શિલ્પાના પતિની રાજ કુંદ્રાની ધરપકડ કરાઈ ! જાણો કઈ કઈ કલમો લગાવાઈ
શિલ્પા પેટી ના પતિ રાજ કુંદ્રાની ગઈ કાલે એટલે કે 19 જુલાઈ એ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામા આવી હતી. કુંદ્રા વિરુદ્ધ આ વર્ષે પો-ર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવાનો કેસ કરવામાં આવ્યો હતો અને આ જ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. રાજ કુંદ્રા સામે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ઇન્ટરનેટના માધ્યમથી અશ્લીલતાનો વેપાર આજકાલ ઘણો જ વધી ગયો છે. આ જ કારણે પોર્નોગ્રાફી એક મોટો બિઝનેસ બની છે. ફોટો, વીડિયો, ટેકસ્ટ, ઓડિયો જેવી બાબતો પો-ર્નોગ્રાફીમાં આવે છે. આ પ્રકારની સામગ્રી પ્રકાશિત કરવી, કોઈને મોકલવી અથવા અન્ય કોઈ માધ્યમથી પ્રકાશિત કરવી અને મોકલી તે બાબત એન્ટી પોર્નોગ્રાફી લૉમાં આવે છે.
રાજ કુંદ્રા પર આ કલમો હેઠળ કેસ કરવામા આવ્યો છે : IPC કલમ 292, 293 – અશ્લીલ સામગ્રી બનાવવી તથા વેચવી, કલમ 420 – વિશ્વાસઘાત, છેતરપિંડી, ઇન્ફર્મેશન ટેક્નોલિજી એક્ટ કલમ 67, 67 (a) – ઇલેક્ટ્રોનિક ફોર્મમાં અશ્લીલ સામગ્રી નાખવી તથા પ્રસાર કરવો, ઇન્ડિસેન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વિમેન (પ્રોહિબિશન) એક્ટ, કલમ 2(g) 3, 4, 6, 7 – મહિલાઓ સંબંધિત અ-શ્લિલ સામગ્રી બનાવવી અને તેને વેચવી અને પ્રસાર કરવો.
રાજ કુંદ્રાને ની ધરપકડ બાદ 20 જુલાઈ સવારે ચાર વાગે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસથી મુંબઈની જેજે હોસ્પિટલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ 4.15 વાગે મુંબઈ પોલીસ કમિશ્નરની ઓફિસ લાવવામાં આવ્યો હતો. 11 વાગે રાજને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.