Gujarat

ભાવનગર આવો તો એક વખત “SKYWAY” ની મુલાકાત જરૂરથી લેજો ! સાવ આટલા રૂપિયામાં તમામ વાનગી અનલિમિટેડ જમી શકશો…

આપણે ગુજરાતીતો ગમે ત્યાં ફરવા માટે જઈએ પણ સૌથી પહેલા જે સ્થળે ફરવા જઈએ ત્યાં કંઈ જગ્યાએ જમવાનું સૌથી સારું મળે એ જ પહેલા શૉધીએ. જ્યાં સૌથી સ્વાદીષ્ટ અને પૌષ્ટિક તેમજ આપણા બજેટમાં પરવળે એવું જ શોધતા હોઈએ છીએ! જો તમે ભાવનગર શહેર ફરવા માટે આવો ત્યારે અહીંયા આવેલ સ્કાય વે ગાર્ડન રેસ્ટોરન્ટની મુલાકાત જરૂર લેજો. આ રેસ્ટોરન્ટ ખૂબ જ આકર્ષક અને લાજવાબ વાનગીઓનો પીરસે છે.

જેવું આ રેસ્ટોરન્ટનું નામ છે, એવું જ આ રેસ્ટોરન્ટનું લોકેશન છે. એરપોર્ટ નજીક હોવાથી દિવસ હોય કે, રાત અહીંયા ઉપર થી પ્લેન પસાર થાય છે. રેસ્ટોરન્ટ એવા લોકેશન પર જ બનાવવામાં આવ્યું છે, જેથી ભોજનનો સ્વાદ માણતા તેઓ આ દ્રશ્ય પણ નિહાળી શકે છે. આ રેસ્ટોરન્ટમઆ પાર્ટી પ્લોટની પણ સુવિધાઓ છે જેથી તમારા નાના મોટા પ્રસંગો તમે અહીંયા આલીશાન પાર્ટી પ્લોટમાં ઉજવીને યાદગાર બનાવી શકો છો.

સૌથી પહેલા તો તમેં આ રેસ્ટોરન્ટનું સરનામું નોંધી લો.સિધ્ધીવિનાયક ટાઉનશિપ,૧૫૦ ફુટ રીંગ રોડ,ઘોઘારોડ,ભાવનગર અને આજની પરિસ્થિતિમાં સરકારશ્રીની કોરોનાની ગાઇડલાઇન મુજબ રાત્રે ૧૦:૩૦ પછી પ્રવેશ આપવામાં આવતો નથી. હવે અમે આપને એ જણાવીએ કે, આ રેસ્ટોરન્ટની ખાસિયત શું છે? તમને જાણીને નવાઈ લાગશે કે, અહીં હાલ અનલિમિટેડના 200 રૂપિયા છે જેમાંથી જો તમે ખોરાકનો બગાડ નહિ કરો તો તમને 50 રૂપિયા રિફંડ આપવામાં આવશે અને આમ તમારા ફક્ત 150 જ રૂપિયા થશે.

માત્ર 150 રૂ.મા કાઠીયાવાડી,પંજાબી,ચાઇનીઝ ચટપટા સ્વાદનો આનંદ માણી શકશો તેમજ • ૯ થી ૧૫ વર્ષ સુધીના બાળકોને ૫૦% ટોકન દર માં જ અને ૮ વર્ષથી નીચેના બાળકો માટે તદ્દન ફ્રી. તો હવે વિચાર ન કરશો, કારણ કે માત્ર રૂ.150માં 25 સ્વાદિષ્ટ વાનગીમાં અવનવી વેરાયટીઓ તો ખરી જ! આટલું બધું અનલિમિટેડ.

જો તમે આ રેસ્ટોરન્ટમાં તમારો કોઈ પ્રસંગ ઉજવવા માંગતા હોવ તો તમારા માટે આ હોટેલ ખૂબ જ ફાયદાકારક બની રહેશે કારણ કે અહીંયા ૧૦૦૦-૧૨૦૦ ની કેપિસીટી ધરાવતું સ્કાય વે ગાર્ડન રેસ્ટોરન્ટ & પાર્ટી પ્લોટમાં સગાઈ,વિવાહ,જન્મદિવસ ઉજવણી,મેરેજ એનિવર્સરી,કોર્પોરેટ મિટિંગ હોલ તેમજ દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. જો તમેં ભાવનગર શહેરનાં હોય કે પછી ભાવનગર ફરવા આવ્યા હોય તો આ રેસ્ટોરન્ટની મુલાકાત અચૂકપણે લેજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!