કલિયુગનો શ્રવણ બન્યો દીકરો !! જીવિત પિતાનું ખેતરમાં 4 લાખના ખર્ચે પૂતળું બનાવી દીધું, રોજ પૂજા કરે છે…જુઓ વિડીયો
આ જગતમાં માતા-પિતા એ ભગવાનનું જ સ્વરૂપ છે, એટલે જ કહેવાય છેને કે ” ભૂલો ભલે બીજું બધું પણ મા-બાપને ભૂલશો નહીં ” સંતાનો પોતાના માતા-પિતાનું ઋણ ભૂલીને વૃદ્ધાવસ્થામાં ઘરડાઘરમાં મૂકી આવતા હોય છે. આવા કલિયુગમાં પણ એકાદ શ્રવણ જેવો દીકરો પણ જોવા મળે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે, એક દીકરાએ પોતાના જીવતા પિતાની મૂર્તિ બનાવીને રોજ પૂજા કરે છે. ખરેખર આવો દીકરો ભગવાન સૌને આપે જે પોતાના પિતાને આટલો પ્રેમ કરે અને આદર સન્માન આપે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વારયલ થઇ રહ્યો છે, આ વિડીયો ક્યાં ગામનો છે અને આ યુવક કોણ છે તે અંગે કોઈ માહિતી નથી મળી પરંતુ વિડીયો પરથી તમે સ્પષ્ટ રીતે જોઈ શકશો કે, એક દીકરાએ પોતાના જીવીત પિતાની 4 લાખ રૂપિયાના ખર્ચે મૂર્તિ બનાવી અને આ મૂર્તિની તે સવાર-સાંજ પૂજા અર્ચના કરે છે. ખરેખર આ યુવકે સૌને ઉત્તમ સંદેશ આપ્યો છે કે, જીવતા જીવ જ મા – બાપની સેવા કરવી શ્રેષ્ઠ છે.
માં-બાપના ગયા પછી તેમની પાછળ ગમે તે કરીએ એ બધુ વ્યર્થ છે, જો તમારા જીવિત માં-બાપને કોઈ દિ એક પાણીનો ગ્લાસ પણ ન પીવડાવ્યો હોય. ખરેખર દરેક સંતાને પોતાના માતાપિતાની સેવા અચૂક કરવી જોઈએ કારણ કે, માતા-પિતાના ચરણોમાં જ જગતનું સુખ અને ચારોધામ સમાયેલા છે. તમે માતાપિતાની આંતરડી બાડીને ભગવાનને છપ્પન ભોગ ધરો તો પણ એ ઉપરવાળો તમારા પર ક્યારેય રાજી ન થાય.
જે યુવકે પોતાના જ ખેતરમાં પિતાની મૂર્તિ બનાવી છે,તે કાર્ય ખુબ જ વખાણવા લાયક છે અને ખરેખર આ યુવક કલિયુગનો શ્રવણ કહેવાય. આજના સમયમાં આવા સંતાનો ભાગ્યે જ જોવા મળે છે, જે પોતાના માતા પિતા પ્રત્યે આવો અતૂટ પ્રેમ ધરાવે છે. આ વિડીયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને સમાજએ એક ઉત્તમ સંદેશ પણ આપી રહ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.