અમદાવાદના પરણિત યુવાને પત્નીના કારણે જીવન ટૂંકાવી લીધું, સ્યુસાઇડ નોટમાં લખ્યું કે, આઈ લવ યુ મમ્મી પપ્પા, બહેન…મારું તમારું…
આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આપણે જાણીએ છે કે, લગ્ન બાદ પતિ અને પત્ની વચ્ચે અણબનાવ બનતા ક્યારેક પતિના ત્રાસથી કંટાળીને પત્ની આત્મહત્યા કરી લે છે. હાલમાં જ એક ચોંકાવનાર અને દુઃખદાયી ઘટના સામે આવી છે.
અમદાવાદના ઠક્કરનગરમાં રહેતા સુભાષ નામના યુવકના, મોતને વ્હાલુ કરતા પહેલા આ શબ્દો તેની અંતિમ ચિઠ્ઠીમાં લખ્યા હતા. સુભાષને સાસરિયાઓનો ત્રાસ હતો જેથી 27મી જાન્યુઆરી એ નિકોલ ખાતેની તેની દુકાને આપઘાત કરી લીધો હતો. જે બાબતે હવે કૃષ્ણનગર પોલીસે મૃતકની પત્ની, સાસુ અને સસરા સામે ગુનો નોંધી મૃતકના સાસુ સસરાની ધરપકડ કરી છે.
લતપાસમાં મૃતકે સ્યુસાઇડ નોટ પણ લખી હોવાનું સામે આવતા પોલીસે તે બાબતે પણ તપાસ શરૂ કરી છે. યુવકે લખ્યું કે, મારા સાસરિયાથી કંટાળી ગયો હોવાથી આ પગલું ભરું છું, મારા પરિવારમાં કોઈ તકલીફ નથી અને પોલીસ મિત્રોને જણાવું છું કે મારા કોઈ ફેમિલીને હેરાન કરવા નહીં…આઈ લવ યુ મમ્મી પપ્પા બહેન….મમ્મી પપ્પા મારું તમારું આટલું જ લખ્યું હતું અને હવે ચિંતા ના કરતા….તમે એમ સમજજો કે તમારો છોકરો ફોરેન છે અને બધો હિસાબ પેલી બેગમાં ડાયરીઓ છે એમાં લખ્યું છે….ડાયરીમાં ના ખબર પડે તો જયેશભાઈને કહેજો….આઈ લવ યુ જયેશભાઈ…..મારી આધ્યાનું ધ્યાન રાખજો….સોરી બધા ફ્રેન્ડ અને બધા ફેમિલી…. બાય…મારાથી બીજી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો…
પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે મૃતક સુભાષ ભાઈની પત્ની પિનલ લગ્નના છ માસ બાદથી સુભાષ અને પરિવારજનો સાથે હળી મળીને રહેતી ન હતી. પ્રસંગોમાં આવતી નહોતી. અવારનવાર પિનલ તેના પિયર જતી રહેતી હતી અને એક વાર સમાધાન કરી તેના સાસરિયાં તેડી લાવ્યા હતા. સુભાષની દીકરી આધ્યા સાથે પણ કોઈને કોઈ બહાનું કાઢી વાત કરાવતી નહોતી. જે બાબતે સમાધાન કરવા 29 જાન્યુઆરીના રોજ મીટીંગ રાખી હતી.
તે પહેલા 27 મીના રોજ સુભાષભાઈએ આપઘાત કરી લેતા સુભાષભાઈના પિતાએ સુભાષભાઈની પત્ની સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.આ ઘટનામાં પોલીસે મૃતકના સાસુ અને સસરાની તો ધરપકડ કરી પણ મુખ્ય આરોપી પત્ની હાલ પણ ફરાર છે.