ટીવી જગત મા સન્નાટો ! ફેમસ એક્ટર સિદ્ધાંત સૂર્યવંશીનુ હાર્ટ એટેક થી મોત થયું…
આપણે જાણીએ છે કે, હાલમાં શિયાળાની ઋતુમાં હાર્ટ અટકથી અનેક લોકોનું મુત્યુ થઈ રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, જે લોકો સ્વસ્થ હોય છે, તેમને પાન હાર્ટ અટેક આવી જાય છે. નવેમ્બર મહિનામાં જ ટેલીવિઝનના પ્રખ્યાત અભિનેતાનું પણ હાર્ટ અટકથી નિધન થઈ ગયું હતું.
હાર્ટ એટેક ની ઘટના મા સતત વધારો થઈ રહ્યો છે છેલ્લા કેટલાક સમય થી બોલીવુડ અને ટીવી જગત ના ઘણા સિતારાઓ હાર્ટ એટેક નો ભોગ બન્યો છે ત્યારે વધુ એક ટીવી એક્ટર નુ હાર્ટ એટેક ના કારણે મોત થતા ટીવી જગત મા સન્નાટો છવાઈ ગયો છે.
આ ઘટના અંગે જાણવા મળેલ વિગતો મુજબ ટીવી એક્ટર સિદ્ધાંતનું આજે એટલે કે 11 નવેમ્બરના રોજ સવારે જિમમાં વર્કઆઉટ કરતા સમયે ચક્કર આવી ને પડી ગયો હતો જ્યારે ત્યારે બેભાન થઇ જતા જીમ ટ્રેનર અને અન્ય લોકો દ્વારા તેઓને તાત્કાલિક કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યા હાજર ડોક્ટરો એ સિદ્ધાંત સૂર્યવંશી ની સારવાર શરુ કરી હતી.
સિદ્ધાંત સૂર્યવંશી ની એક કલાંક ની સારવાર બાદ તેની તબિયત મા સધાર નહતો આવ્યો અને 12.31 વાગે ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. સિદ્ધાંત સૂર્યવંશી ની વાત કરવા મા આવે તો ટીવી જગત મા ઘણો ફેમસ ચેહરો છે અને પોતાની ફિટનેસ માટે ઘણો જાણીતો છે જ્યારે
સિદ્ધાંતે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. સિરિયલ ‘કુસુમ’થી તેણે ટીવી ડેબ્યુ કર્યું હતું. સિદ્ધાંતે વિવિધ ટીવી શોમાં કામ કર્યું છે, ‘કસૌટી જિંદગી કી’, ‘કૃષ્ણા અર્જુન’, ‘ક્યા દિલ મેં હૈ’ સામેલ છે. સિદ્ધાંતના છેલ્લા ટીવી શો ‘ક્યોં રિશ્તોં મેં કટ્ટી બટ્ટી’ તથા ‘જિદ્દી દિલ’ હતા
છેલ્લા ઘણા સમય થી હાર્ટ એટેક ના બનાવો મા લધારો થયો છે જેમા હાર્ટએટેક ની સારવાર બાદ 21 સપ્ટેમ્બરના રોજ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે નવી દિલ્હીની AIIMS હોસ્પટિલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
જ્યારે જુલાઈમાં ‘ભાભી જી ઘર પર હૈ’માં મલખાનનો રોલ નિભાવતા દીપેશ ભાન ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે પડી ગયા હતા, બાદમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.