Gujarat

સ્ટેટ મોનિટરીંગ સેલ એ સપાટો બોલાવી દીધો ! જમીન મા એવી રીતે 3000 થી વધુ બોટલ છુપાવી હતી કે ભલભલા ગોથા ખાઈ જાય પરંતુ SMC એ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દિવસે ને દિવસે વિદેશી દારૂ ઝડપાય છે. હાલમાં જ સ્ટેટ મોનિટરીંગ સેલ એ સપાટો બોલાવી દીધો ! જમીન મા એવી રીતે 3000 થી વધુ બોટલ  છુપાવી હતી કે ભલભલા ગોથા ખાઈ જાય. ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર જણાવીએ. વિજિલન્સની સતત વધતી ભીંસને કારણે હવે બૂટલેગરો અવનવા કીમિયાઓ અજમાવી રહ્યા છે.

આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો અમદાવાદના રખિયાલ વિસ્તારમાં દારૂ હોવાની બાતમી વિજિલન્સની ટીમને મળી હતી. રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અર્બનનગર પાસે દારૂ હોવાની બાતમીના આધારે પોલીસ અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી હતી. ટીમે અલગ અલગ જગ્યાએ દારૂ શોધી રહી હતી, પણ ક્યાંય કોઈ કડી મળતી નહોતી.

એક વ્યક્તિએ વિજિલન્સને જણાવ્યું કે અર્બનનગરનાં બે- ત્રણ ઘરમાં દારૂ સંતાડ્યો હોવાની પાક્કી માહિતી છે અને પછી પોલીસ એ ઘરમાં ઘૂસી હતી. નજીકમાં એક જગ્યા જોઈને પોલીસને શંકા ગઈ હતી. ત્યાર બાદ થોડીવારમાં પોલીસના હાથમાં પાવડા આવી ગયા અને ધીમે ધીમે એ જગ્યા પર ખોદકામ શરૂ થયું. પોલીસે જેમ જેમ ખોદવાનું શરૂ કર્યું એમ એમાં એક બાકોરું જોવા મળ્યું

અંદરથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો નીકળતી ગઈ હતી. એ બોટલોને પ્લાસ્ટિકની થેલીની અંદર પેક કરીને બંકરમાં દાટવામાં આવી હતી. જ્યારે બીજી જગ્યાએ માટીની નીચે દારૂ દબાવવામાં આવ્યો હતો. પોલીસે કલાકો સુધી ખોદકામ ચાલુ રાખ્યું અને દારૂ કાઢવાનું પણ ચાલુ રાખ્યું હતું, જેમાંથી આશરે 3 હજારથી વધુની દારૂની બોટલો બહાર આવી હતી.

પોલોસે વ્યક્તિની ધરપકડ કરે હતી, જ્યારે આ ગુનામાં સાત લોકોની વોન્ટેડ જાહેર કર્યા.કલાકો સુધી ખોદકામ ચાલુ રાખ્યું અને દારૂ કાઢવાનું પણ ચાલુ રાખ્યું હતું, જેમાંથી આશરે 3 હજારથી વધુની દારૂની બોટલો બહાર આવી હતી. પોલોસે વ્યક્તિની ધરપકડ કરે હતી, જ્યારે આ ગુનામાં સાત લોકોની વોન્ટેડ જાહેર કર્યા હતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!