આપ પાર્ટીના નેતા ધાર્મિક માલવિયાએ પોતાની લગ્નની કંકોત્રીમાં એવું લખાવ્યું કે, સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.
લગ્ન એ જીવનનો સૌથી યાદગાર પ્રસંગ છે. આ પ્રસંગને જગત આખું યાદ રાખે એ માટે ખૂબ જ જોરશોરથી તૈયારીઓ કરે છે. એક સમય એવો હતો કે જ્યારે સાદગીથી લગ્ન કરવામાં આવતા તો પણ સોળે કળાએ નીરખીને આવતા પરંતુ આજના સમયમાં લગ્ન પ્રસંગ માત્ર એક દેખાવળો બનીને રહી ગયો છે અને એકબીજાની અદેખાઈઓ કરીને ખાલી ખોટા ખર્ચાઓ કરે છે.
આપણે જાણીએ છે કે, હાલમાં સૌ કોઈ લોકો લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે અવનવા વિચારો દ્વારા ખાસ બનાવે છે. જેમાં કંકોત્રીમાં કોઈ પ્રેરણાદાયી મેસજ લખવાનો ટ્રેન્ડ હાલમાં ખૂબ જ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાએ લગ્નની કંકોત્રીમાં એવો એક સંદેશ લખાવ્યો કે સૌ કોઈ વખાણ કરે છે.
તમને જણાવી દઈએ કે, ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા અને અોલપાડ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડનાર ધાર્મિક માલવયાના લગ્ન કોર્પોરેટર મોનાલી હિરપરા સાથે સૌરાષ્ટ્ર પટેલ સમૂહ લગ્નમાં થવા જઈ રહ્યા છે ત્યારે પોતાના લગ્નની આમંત્રણ પત્રિકામાં સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. . લોકોમાં ટ્રાફિક નિયમની જાગૃિતનો અભાવ છે, જેથી કંકોત્રીમાં ટ્રાફિક જાગૃતિ વિશે મેસેજ અપાયો છે. ટૂંકો રસ્તો ટૂંકો જીવન રોંગ સાઈડ વાહન ચલાવવું જોખમી છે જેવા વાક્યો લખીને દરેક ઘરમાં જાગૃતિના મેસેજ પહોંચડવાનો પ્રયાસ કરાયો છે.
ખાસ કરીને હાલના સમયમાં યુવાનો વ્યસન કરતાં કરતાં ડ્રગ્સ સુધી પહોંચી ગયા છે ઓનલાઇન પ્લેટફોમના બેફામ ઉપયોગ થકી ઘણા લોકો સાઇબર ક્રાઈમ નો ભોગ બને છે. મોટાભાગના ગુના પોલીસના ચોપડે નોંધાતા નથી.સાઇબર ક્રાઇમથી બચવા શું કરી શકાય,આવા સમાજ જાગૃતિના ઘણાં મુદ્દાની સાથે‘ હતાશ થવું નહીં નિરાશ થવું નહીં ’ વગેરે પ્રોત્સાહિત વાક્યો લગ્નની કંકોત્રીમાં લખ્યા છે.
સરકારની ગાઇડલાઇન શું છે વગેરે બાબતને ખૂબ જ ડિટેલમાં સમજાવતી બધી જ વિગતો કંકોત્રીમાં છાપવામાં આવી છે.સૌથી ખાસ વાત એ છે કે, આર્થિક રિતે સદ્ધર હોવા છતાં પણ તેઓ સમૂહ લગ્નમાં પોતાના લગ્ન કરી રહ્યા છે, સમાજ માટે આ પણ એક ઉમદા સંદેશ છે કે, આજના સમયમાં લાખો રૂપિયા ખર્ચવા ને બદલે સમૂહ લગ્ન પણ એ ઉત્તમ વિકલ્પ છે અને આજના સમયમાં તો સમૂહ લગ્નો પણ ભવ્ય રીતે યોજાય છે. હાલમાં ચારો તરફ આપ નેતાની આ સરહાનિય કામગીરની ચર્ચા થઈ રહી છે.