સુરત ના પટેલ પરીવાર ને કાળ આંબી ગયો, બે વર્ષ ની દીકરી સહીત ત્રણ લોકો ના મૃત્યુ થયા
હાઈ વે પર દિવસે ને દિવસે અકસ્માતો ની સંખ્યા વધતી જાય છે ત્યારે ફરી એક મોટો ગંભીર અકસ્માત સામે આવ્યો છે. કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા પાંચ પૈકી બે વર્ષની બાળકી સહિત એક જ પરિવારનાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં.
જાણવા મળતી વિગતો અનુસાર પાટણ મહેસાણા હાઈ વે પર ગુરુવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત મા
દૂધ ભરેલા ટેન્કર અને સુરતથી મેથાણિયા ગામે સીમંત પ્રસંગમાં હાજરી આપવા આવેલા પરિવારની કાર ની કેર વચ્ચે થયો હતો. અકસ્માત મા એક જ પરીવાર ના ત્રણ લોકો ને કરુણ મોત થયા છે જેમાં એક બે વર્ષ ની બાળકી નો પણ સમાવેશ થાય છે. જયારે ઈજાગ્રસ્તો ને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માત મા ભોગ બનેલો પરીવાર ગઇકાલે સુરતથી મેથાણિયા ગામમાં પ્રસંગમાં હાજરી આવ્યો હતો. આ અકસ્માત થતા પરીવાર જનો અને ગ્રામજનો મા ભારે અરેરાટી મચી જવા પામી હતી જ્યારે ઈજાગ્રસ્તો ને તાત્કાલિક વધુ સારવાર માટે લોકોને મહેસાણા ખાતે રિફર કરવામાં આવ્યા હતા.
આ અંગે માહિતી આપતાં ડો.રબારીએ જણાવ્યું હતું કે મૃતકોમાં ત્રણ વર્ષની એક બાળકી અને 35 વર્ષ તથા 40 વર્ષની બે વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં હતા. મૃત્યુ પામનારી વ્યક્તિઓને માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે તેમનાં મૃત્યુ થયાં હતાં. મૃતકોમાં જૈમિન તળશીભાઇ પટેલ તેમની દીકરી ખુશી જૈમિનભાઈ પટેલ અને આશિષ મનુભાઈ પટેલનો સમાવેશ થાય છે.