હૃદય કંપી જાય તેવો અકસ્માત બે ભાઈ સહીત ત્રણ લોકો શુ ઘટના સ્થળે જ મોત
રાજ્ય મા રોજ કયાંક ને કયાંક અકસ્માત ના બનાવો સામે આવી રહ્યા છે ત્યાર ફરી હૃદય કંપી જાય તેવો અકસ્માત સુરત મા સામે આવ્યો છે જેમાં કવાસ પાટીયા પાસે ઉભેલા ટ્રક પાછળ કાર ઘુસી જતા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
જાણવા મળતી વિગતો અનુસાર સુરતમાં ઈચ્છાપુર-હજીરા રોડ પર ગંભીર અકસ્માતની ઘટના બની છે. જેમાં કવાસ પાટીયા પર ઉભેલા ટ્રક ની પાછળ કાર અથડાતા ત્રણ લોકો ના કરુણ મોત નીપજ્યા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર એક દમ પડીકું વળી ગયુ હતુ જેમાં ત્રણ લોકો ના મૃતદેહ બહાર કાઢવા ફાયર વિભાગની ટીમને મદદ લેવા મા આવી હતી અને પતરુ કાપી ને બહાર કાઢવા મા આવ્યા હતા અને બે લોકો બચ્યા હતા તેને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માત મા મૃત્યુ પામનાર બે બાઈઓ દિનેશ બાલ કૃષ્ણ અને તેના ભાઈ માનસનું મોત થયું છે. જયારે અન્ય એક બાળક છે જે ધોરણ 10 મા ભણે છે ગૌતમ ગુણિયલ નુ પણ મોત થયુ છે. તેવો મુળ ઓડીશા ના છે પરંતુ છેલ્લા 15 વર્ષ થી સુરત સ્થાયી થયા હતા. જેવો ને આ અકસ્માત નડ્યો હતો. કાર ની હાલત જોતા અંદાજો લગાવી શકયા કે અકસ્માત કેટલો ભયાનક હશે.