બે બાળકો રાતોરાત કરોડોપતિ બની ગયા? ખાતા મા જમા થયા 960 કરોડ રુપીયા
આપણ ને વિચારતા પણ અજીબ લાગશે કે જો આપણા ખાતા મા અચાનક કરોડો રુપિયા જમા થઈ જશે તો શુ થાશે. બસ બિહાર કટીહાર મા આવો જ એક કીસ્સો બન્યો છે જેમાં એવુ બન્યુ છે 960 કરોડ રુપીયા બે વિદ્યાર્થી ના ખાતા મા જમા થઈ ગયા છે આ વાત ની જાણ બેન્ક ના કર્મચારીઓ ને થઈ ત્યારે અધીકારી ઓ પણ ચોકી ગયા હતા.
જો આ કિસ્સા ની વાત કરવામા આવે તો આ કિસ્સો બિહાર ના કટીહાર ના પસ્તીયા ગામ નો છે બુધવારે સાંજે છ વાગ્યે આશિષ નામના વિદ્યાર્થી ના ખાતા મા 6 કરોડ 20 લાખ અને 11 હજાર રુપીયા જમા થઈ ગયા હતા. જયારે ગુરુચરણ નામ ના વિદ્યાર્થી ના ખાતા મા 905 કરોડ રુપીયા જમા થઈ ગયા હતા.
આ કિસ્સા મા જાણવા મળ્યુ હતુ કે વિદ્યાર્થી ના શાળા માટે ના ડ્રેસ ના રુપીયા ખાતા મા જમા થવા ના હતા. આ માટે બન્ને વિદ્યાર્થી મિત્રો પાસબુક લઈને ડીજીટલ સેવા કેંદ્ર પર પહોંચયા હતા અને જોયું તો ખાતા મા 900 કરોડ થી વધુ રકમ જોઈ ને બન્ને ચોકી ગયા હતા. તેવૉ ને લાગ્યુ હતુ કે તેવો રાતોરાત કરોડપતિ બની ગયા હતા.
જ્યારે આ વાત ગામ મા ફેલાઈ તો આખા ગામ મા હાહાકાર મચી ગયો હતો. અને ગામ ના દરેક લોકો પોતાના બેંક એકાઉન્ટ ચેક કરવા લાગ્યા અને ગામ બેંન્ક મા ઘેરાવ કર્યો હતો. જયારેથી આ બાબત બેંક ના અધિકારીઓ ને ધ્યાન મા આવી તો બન્ને ખાતા ધારકો ના ખાતા પર રોક લગાવવા મા મા આવી હતી અને જણાવવા મિ આવ્યુ હતુ કે આ બન્ને ખાતા ની તપાસ કરવામા આવશે.