Gujarat

સુરત: બે વર્ષ નો બાળક ચોથા માળેથી નીચે પડતા કરુણ મોત નિપજ્યું ! પરીવાર પર દુખ નો…

સુરત મા એક કરુણ ઘટના સામે આવી છે જેમાં એક બે વર્ષ નો બાળક જયારે મોબાઈલ મા કાર્ટુન જોતો હતો ત્યારે ચોથા માળે થી નીચે પટકાયો હતો અને ગંભીર ઈજાઓ પહોચી હતી જ્યારે તેની 55 કલાંક સુધી સારવાર ચાલી હતી અને આખરે તે મોત સામે ની જંગ હારી ગયો હતો. આ ઘટના નો સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યો હતો

જાણવા મળતી વિગતો અનુસાર સુરત ના લિંબાયત વિસ્તાર મા આવેલ પ્રતાપનગર મા એક એપાર્ટમેન્ટ મા ચોથા માળે થી નીચે પટકાયો હતો.આ ઘટના ત્યારે બની હતી જ્યારે માતા દિકરા ને કાર્ટુન જોવા મોબાઈલ આપી ને વોશરુમ ગઈ હતી ત્યાર બાદ પરત આવી તો બાળક નો હતો જયારે નીચે જઈ ને જોયુ તો જાણવા મળ્યુ હતુ કે બાળક નીચે પડ્યો હતો અને લોકો તેને હોસ્પીટલ લઈ ને ગયા છે. ત્યારે બાળક ની માતા બેભાન થઈ ગઈ હતી.

આ પરીવાર ના વસીમ અન્સારી (મૃતક માસૂમના પિતા)એ જણાવ્યું હતું કે તેઓ ટાઇલ્સ ફોલ્ડિંગ કામ કરે છે અને વારિસ (ઉં.વ. 2) તેમનો એકનો એક પુત્ર હતો જયારે તેવો એક મહિના પહેલા જ આ ફ્લેટ મા રહેવા માટે આવ્યા હતા. બાળક ની 55 કલાક સુધી સારવાર ચાલી હતી અને 50 હજાર જેટલો ખર્ચ થયો હતો છતાં બાળક ને બચાવી શક્યા નહોતા.

બારી અને બેડ વચ્ચે નુ અંતર બે ફુટ નુ હોવા છતા આવી ઘટના બની હતી અને એક માસુમ બાળક નો જીવ ગયો હતો પરીવાર હાલ શોક મા છે. ભગવાન કરે કોઈ સાથે આવી ઘટના નો ઘટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!