સુરતથી ભાવનગર આવી રહેલ પરિવારનો તારાપુર નજીક ગોજારો અકસ્માત 10 લોકો ના મોત
કોરોના ના કેસ ઓછા થા ની સાથે જ અમુક છૂટછાટ મળી છે ત્યારે હાઈ વે વર વાહનો ની અવર જવર વધી છે અને રોજ અકસ્માત ની ઘટના મો મોટા પ્રમાણ મા બની રહી છે તારાપુર નજીક મોટો અકસ્માત થયો છે.
મળતી માહિતી અનુસાર આજે સવારે ટ્રક અને ઈકો કાર વચ્ચે આણંદ જિલ્લાના તારાપુર નજીક ઇન્દ્રણજ ગામ પાસે ભંયંકર અકસ્માત થયો હતો જેમાં કુલ 10 લોકો એ જીવ ગુમાવ્યો છે. જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે. મૃતક તમામ લોકો ઇકો કાર માં સવાર હતા. આ મામલે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
કારમાં સવાર પરિવાર સુરતથી ભાવનગર જઈ રહ્યો હોવાની માહિતી મળી છે. કારમાં સવાર 10 લોકોમાં પાંચ પુરુષ, ત્રણ મહિલા અને બે બાળકનો સમાવેશ થાય છે. મોતને ભેટેલો પરિવાર ભાવનગરનો હોવાની માહિતી સામે આવી રહી છે.
અકસ્માત સર્જનાર ટ્રક મધ્ય પ્રદેશનો હોવાનું નંબર પ્લેટ પરથી માલુમ પડ્યું છે. જ્યારે ઈકો કાર પેસેન્જર કાર તરીકે નોંધાયેલી છે.