સુરત ના પાટીદાર યુવક નુ હૃદય યુક્રેન મા ધબકયું હતુ ! યુવતી એ દાતા ના માતા પિતા ના વિદેશ બોલાવ્યા હતા.
.આપણે સૌ કોઇ જાણીએ છે કે, સુરતના અંગ દાન વધુ
થાય છે, ત્યારે અમે આજે આપને એક એવી હદય સ્પર્શી વાત કરીશું જે તમારું હ્દય જીતી લેશે. આજે આ સુરત ના પાટીદાર યુવક નુ હૃદય યુક્રેન મા ધબકી રહ્યું છે. ખરેખર અને તમને જાણીને નવાઈ લાગશે કે, જે વ્યક્તિને આ હ્દય મળ્યું હતું તે યુવતી તેના માતા પિતા સાથે એવું કર્યું કે તે જાણીને સૌ કોઈ એ યુવતી નાં વખાણ કરી રહ્યા હતા. ખરેખર આ ઘટના ખૂબ જ પ્રેરણા દાયી હતી.
આ વાત હાલની નથી પરંતુ વર્ષ 2017 ની છે, જ્યારે કમરેજના વિસ્તારના પાટીદાર સમાજના રવિ ઠાકારશીભાઈ દેવાણીનું એપ્રીલ 2017માં એક્સિડન્ટ થયુ હતું અને આ ઘટના બાદ બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.તેમના પરિવારનાં લોકો એ એક સરહાનીય કાર્ય કર્યું હતું અને તેમના દીકરાનાં અંગો દાન કરેલ.
આજે એ હદય યુક્રેનમાં ધબકે છે. ઘટના એવી બની હતી કે, યુવક નું હ્દય87 મિનિટમાં સુરતથી મુંબઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી યુક્રેનની નતાલીયા ઓમેલચુકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.આ યુવતી જ્યારે સ્વસ્થ થઈ ગઈ ત્યારે તેને નતાલિયાએ રવિના માતાપિતાને યુક્રેનનો પ્રવાસે બોલાવ્યા હતા તેમજદીકરાના હ્રદય સાથે જીવતી નતાલીયાને મળીને રવિના માતા પિતાની આંખોમાં હર્ષ સાથે ગર્વના આંસુઓ સરી પડ્યાં હતાં. વિચાર કરો એક માતા પિતા માટે એ ક્ષણ કેવી હશે જ્યારે તેઓ આ યુવતી ને મળ્યા હશે.
યુવતી તેમનું આદર સત્કાર અને સન્માન કરવાની સાથે સાથે યુક્રેનનો પ્રવાસ કરાવ્યો હતો. દીકરાના હ્રદયનું દાન કરીને બીજાના જીવનમાં ખુશીઓ પાથર્યાનો અહેસાસ કર્યો હતો. ખરેખર આ ઘટના ખૂબ જ પ્રેરણા દાયક છે. આજના સમયમાં સુરત એક એવું શહેર છે જેમે અંગ દાન થકી અનેક જીવોને નવું જીવન ભેટમાં આપ્યું છે. ત્યારે આજે એક વાત સત્ય છે કે, માતા પિતા તેમનો દીકરો ભલે ગુમાવ્યો પરતું તેનું હ્દય આજે એક યુવતી માં ધબકે છે, ત્યારે તેમના દીકરાનો અહેસાસ થશે અને ખરેખર યુવતીનાં કાર્ય ને વખાણવવા લાયક છે. યુવકના શરીરના અન્ય અંગો જેમકે સ કિડની, લિવર, પેન્ક્રીયાસ અને ચક્ષુ અન્યને દાન કરેલ.