Sports

કોમનવેલ્થ ગેમ્સ મા સુરત નો યુવાન છવાયો ! ગોલ્ડ મળતા ઘરે દીવાળી જેવો માહોલ…

હાલમાં બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022 ચાલી રહ્યું છે, ત્યારે ભારત દેશમાંથી અનેક રમતવીરો આ ગેમ્સમાં ભાગ લીધો છે અને દરેક કલાકારો એ ભારતનું નામ રોશન કરાવ્યું છે. અનેક રમત વીરોએ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને સિલ્વર તેમજ બ્રોઝ મેડલ જીતેલ છે, ત્યારે હાલમાં જ ગુજરાતનાં સુરત શહેરના યુવાને પણ ગોલ્ડ મેડલ મેળવીને ભારતને ગર્વ અપાવ્યું છે, ત્યારે આપણા સૌ માટે આ ગર્વની વાત કહેવાય.

ચાલો અમે આપને જણાવીએ કે, આખરે કોણ છે આ ગુજરાતી છોકરો જેણે સુરત શહેરનું નામ રોશન કર્યું છે. આપણે જાણીએ છે કે ગુજરાતીનો દબદબો હંમેશા રહ્યો છે.સુરત શહેરના હરમીત દેસાઈએ ટેબલ ટેનિસમાં સિંગાપુરના ખેલાડીને 3-1 થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારે ભારત થી લઈને ગુજરાતમાં ખુશીનો માહોલ સર્જાયો છે, ત્યારેબ હરમિતના માતા પિતાને તો આ હરખ નથી સમાઈ રહ્યો. ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ હરમીત કોણ છે?

હરમિતે મેન્સ સિંગલ્સમાં શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ત્યારે હાલમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 5 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. હરમીત આજે ગોલ્ડ મેડલ અપાવીને ગૌરવવંતી ક્ષણ બનાવી દીધી છે. મીડિયા સમક્ષ હરમીતના માતા પિતા એ કહ્યું કે, અમે લોકોએ લાઈવ મેચ નિહાળી હતી. મેચ ખૂબ જ ટફ હતી અને સામેની ટીમ પણ ખૂબ જ સ્ટ્રોંગ હતી. માટે હું ખૂબ જ પ્રેશરમાં હતી.

આખરે હરમીતના મજબૂત પ્રદર્શનથી તેને આ મેચ જીતી ત્યારબાદ અમારી ખુશીનો પાર ન રહ્યો. અમારા પુત્રએ ગોલ્ડ મેડલ જીતી ગુજરાત સુરત જ નહિ પરંતુ સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.હરમીત વિશે જણાવીએ તો, 29 વર્ષના હરમીતને માત્ર 6 વર્ષની ઉંમરથી જ સ્પોર્ટ્સમાં અને ખાસ કરીને ટેબલ ટેનિસ સાથે લગાવ હતો અને બસ ત્યારથી લઈને અત્યાર સુધીમાં તે ટેબલ ટેનિસ અનેલ મેડલો અને પુરસ્કાર મેળવેલ છે.

કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ મેળવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલથી લઈને અનેક મહાનુભાવોશ્રીઓ એ શુભેચ્છાઓ પાઠવી છે. હરમિતે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનાં હસ્તે ખેલ રત્ન પુરસ્કાર મેળવેલ છે, ત્યારે આ નવી સિદ્ધિ મેળવી સુરતનું નામ રોશન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!