Gujarat

સુરત: કોલેજીયન યુવતીઓ માટે ચેતવણીરુપ કિસ્સો ! યુવતી ના ફોન પર આવ્યો પોતાનો જ અશ્લીલ વિડીઓ..

સુરતમાં એક કોલેજીયન યુવતી સાથે એવી ઘટના બની કે, જે તમામ યુવાન અને યુવતીઓ માટે ચેતવણી સમાન કિસ્સો છે. આપણે જાણીએ છે કે, આજકાલ સોશીયલ મીડિયામાં દરેક વાત કે વીડિયો ખૂબ જ વાયરલ થઈ જાય છે. ખાસ કરીને કોઈ ડેટિંગ એપ કે અન્ય અન્ય સોશીયલ મીડિયામાં અજાણ્યા લોકો કે જાણીતાને પણ અશ્લીન ફોટોઝ કે વીડિયો ન મોકલાવ જોઈએ. કોઈ વ્યક્તિ ક્યારે ગેરફાયદો ઉઠાવે ખબર નહી.

હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે અને તેને આસ્થાઅગ્રવાલીના નામથી એપ્રિલ મહિનામાં એક ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. આ યુવવતી સાથે મેં ભી એક લડકી હું, તેવી રીતે ચેટિંગ કર્યા બાદ તે જ આઈડીથી એક વિડીયો આવ્યો હતો. જે ખોલતા જ યુવતી ચોંકી ગઈ હતી. કારણે કે તેમાં બીજું કોઈ નહીં પરંતુ તે યુવતીનો પોતાનો જ અશ્લીલ વિડીયો હતો.

પોતાનો વીડિયો જોઈને યુવતીના હાથ-પગ ફુલી ગયા અને તાત્કાલિક સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પહેલા યુવતીના બોયફ્રેન્ડ અને બાદમાં તેના મિત્રને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરતા તેણે જ આ કાંડ કર્યાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસ દ્વારા વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના દરમિયાન યુવતીના બોયફ્રેન્ડની આઈડીથી વિડીયો કોલ આવ્યો હતો. જેમાં તેણે કરેલી હરકતનું જાણ બહાર રેકોર્ડિંગ કરી લેવાયું હોવાનું અને તે વાયરલ પણ કરી દેવાતા ડરી ગયેલી યુવતી સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચી હતી. પોલીસે જ્યારે યુવતીના બોયફ્રેન્ડની પૂછપરછ કરતા તેણે આવું રેકોર્ડિંગ કર્યાનું અને તે દિવસે વાત જ ન કરી હોવાનું જણાવતા મામલો ગૂંચવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!