Gujarat

સુરત નો ચેતવણીરૂપ કિસ્સો: દાંત વચ્ચે દબાવેલી ટાંકણી શ્વાસ નળીમાં ફસાઈ ગઈ અને પછી..

સુરત મા એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક તરૂણીએ બે દાતો વચ્ચે દબાવેલી ટાંચણી કોઈ રીતે ભુલ થી સ્વાસ નળી મા જતી રહી હતી. પીન નો આગળ નો ભાગ એકદમ હોઈ જેવો હતો અને જેના કારણે શ્વાસ નળી મા અને હૃદય મા ગંભીર નુકશાન થઈ શકે એમ હતુ પરંતુ ડોકટરે સફળ ઓપરેશન કરી મહા મુસીબત આ પીન બહાર કાઢી હતી.

ઘણા લોકો ને ટાંચણી અને પીન અથવા કોઈ પદાર્થ મોઢા મા નાખવાની ટેવ હોય છે પરંતુ જ્યારે છીંક આવે કે આકસ્મિક રીતે સ્વાસ ઉંડો લેવાઈ જાય તો આ ઘણુ ઘાતક સાબીત થઈ શકે છે આ બાબત સુરત ના એક કિસ્સા પર થી કહી શકાય છે. આવી જ ઘટના ગત તારીખ 2 ના રોજ બની હતી જેમાં એક મુસ્લીમ તરુણી એક ટાંકણી ગળી ગઈ હતી અને જે શ્વાસ નળી મા ફસાઈ ગઈ હતી હવે જો તરૂણી ને છીંક આવે અથવા જોર તી શ્વાસ લે તો પીન નો અણી વાળો ભાગ.

શ્વાસનળીની દીવાલ ફાડીને બહાર નીકળી જાય એવી શક્યતા હતી. અને તેથી હૃદય કે ધમનીને ગંભીર નુકશાન થાય તેવી પણ પરિસ્થિતિ સર્જાય શકે તેમ હતું. જેથી બ્રોન્કોસ્કોપીની મદદથી બહાર કાઢવામાં આવી હતી. આ સારવાર નુ કામ 2 તારીખ ના રોજ નહોતુ કરવામા આવ્યુ કારણ કે તરૂણી ઘરે જમીને આવી હતી તે માટે સારવાર 3 તારીખે કરવામા આવી હતી.

તરુણીએ બુરખો (હિજાબ) બાંધતી વખતે પીન બે દાત વચ્ચે રાખી હતી છે સ્વાસ નળી મા જતી રહી હતી અને એક દિવસ સુધી દરેક થી આ વાત છુપાવી રાખી હતી અને ત્યાર બાદ માતા પિતા ને વાત કરતા તેવો સ્થિતી ને ગંભીરતા થી લઈ ને તેણીને એમ.ડી. હોમિયોપથી ડો. અયાઝ ઘોઘારી પાસે સારવાર અર્થે લઈ ગયા હતા. ડો.ઘોઘારી દ્વારા પ્રાથમિક સારવાર અને એક્સરે કરાવ્યાં બાદ તરુણીને ઈલાજ માટે ડો. ભાવેશ વાઘાણી (
ચેસ્ટ ફિઝિશિયન, સીમ્સ હોસ્પિટલ) પાસે રીફર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!