ડીસા: નોકરીમાંથી છૂટો કરતાં ડ્રાઇવરે સરપંચને ટ્રેકટર નીચે કચડીને મારી નાખ્યા ! આરોપો

રાજ્ય મા ડીસા તાલુકા મા એક ચકચારી ઘટના સામે આવી છે જેમાં મુડેઠા ગામે અગાઉ ડ્રાઇવરની નોકરીમાંથી છૂટા કરવાનું મનદુ:ખ રાખી શનિવારે એક શખસે ચરખીવાળા ટ્રેકટરથી ગામના સરપંચને ટક્કર મારી હત્યા કરી નાખી હતી આ અંગે ભીલડી પોલીસ સ્ટેશન મા ફરીયાદ ના આધારે ગુનો નોંધી આરોપી ની ધરપકડ કરી હતી અને ગામ મા બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

આ ઘટના ના એક રીપોર્ટ અનુસાર ડીસા તાલુકાના મુડેઠા ઇશ્વરજી શાંતિજી રાઠોડ અગાઉ ગામના સરપંચ કાંતિજી તલજી રાઠોડના ત્યાં ડ્રાઇવર તરીકે રહેતા હતા. જયાર બાદ તેને નોકરી માથી છુટો કરવામા આવતા તે વાત નું મન દુખ રાખી ને શનિવારે સાંજ ના સમયે રતનપુરાના ક્રોસિંગ આગળ ચરખીવાળા ટ્રેક્ટરથી સરપંચ કાંતિજીને જાનથી મારી નાખવાના ઈરાદે કારને આગળના ભાગે ટક્કર મારી હતી. ત્યાર બાદ ફરી સરપંચ અને ગામના દિનેશજી બાબુજી રાઠોડ ભારતજી વેલજી ના ઘર પાસે ઉભા હતા ત્યારે ચરખીવાળુ ટ્રેકટર નંબર જી.જે. 08. સી.જી.1294 લઇને આવેલા ઇશ્વરજી શાંતિજીને ટ્રેકટર ઊભું રાખવાનો ઇશારો કર્યો હતો.

જોકે ઇશ્વરજી શાંતિજી રાઠોડ ફુલ સ્પીડ મા ટ્રેકટર ચલાવી સરપંચ રાઠોડ કાન્તિજી તલજી પર ચડાવી દીધુ હતુ. આ બાબતે દિનેશજી બાબુજી રાઠોડે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની જાણ થતાં ઇન્ચાર્જ પી.એસ.આઇ. પી.એન.જાડેજાએ ઘટનાસ્થળે પહોંચી આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ 302 , 307 મુજબ ગુનો દાખલ કરી કાન્તિજીના મૃતદેહનું ડીસા સિવિલ હોસ્પિટલમાં પી.એમ કરાવી વાલી વારસોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.

ગામ મા સરપંચ નુ મૃત્યુ થતા આખા ગામ મા શોક નુ મોજુ ફરી વળ્યુ હતુ અને અંતિમ યાત્રા મા મોટી સંખ્યા મા ગામ ના લોકો જોડાયા હતા અને કોઈ અનિચ્છનીય ઘટના ના બને એ માટે ગામ મા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને આરોપીની ધરપકડ કરી કોવિડનો રિપોર્ટ કરાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *