સુરતમાં 3 વર્ષીય માસુમ દીકરીએ 4 દિવસ સુધી મૌત સામે લડી અંતે જીવ ગુમાવ્યો, પુરી ઘટના જાણી તમને પણ રુદન આવી જશે…
રાજ્યમાં હાલ વાત કરવામાન આવે તો રોજબરોજની અનેક એવી હત્યા તથા આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે જાણીને આપણે પણ ચોકી જ જતા હોઈએ છીએ, હજી સુરતમાં જ હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી,,એવામાં રાજ્યમાં હાલ આવા બનાવો વધતા જ જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પણ સુરત શહેરમાંથી ફરી એક વખત ખુબ જ દુઃખદ ઘટના હાલ સામે આવી છે જેના વિશે જાણીને તમારું પણ હૈયું જ કંપી ઉઠશે.
મિત્રો તમને જણાવી દઈએ કે સુરત શહેરમાંથી એક ખુબ જ દુઃખદ ઘટના હાલ સામે આવી છે જ્યા એક 3 વર્ષીય માસૂમે 4 દિવસો સુધી મૌત સામે લડીને અંતે મૌત સામે હારી માની લીધી હતી અને મૌતને ભેટી પડી હતી, ખરેખર આ ઘટના કોઈ પણ વ્યક્તિને રડાવી દેતી છે.પોતાની દીકરીનું નિધન થતા માતા પર તો જાણે દુઃખનો આભ ફાટી પડ્યો હોય તેવી સ્થિતિ બની હતી જયારે પરિવારના અન્ય લોકો પણ ભારે દુઃખમાં ગરકાવ થયા હતા અને દુઃખ તો થાય જ ને કારણ કે મૃત્યુ પામનારી દીકરી ઘરની મોટી દીકરી હતી.
એહવાલો અનુસાર જાણવા મળ્યું છે કે ઉત્તરપ્રદેશના રહેવાસી એવા અખિલ ચૌહાણ છેલ્લા 12 વર્ષોથી સુરતમાં રહે છે અને શાકભાજીની લારી ચડાવે છે, તમને જણાવી દઈએ કે અખિલ ચૌહાણ તેની પત્ની તથા બે દીકરી સાથે રહેતો હતો જેમાં 3 વર્ષીય શિવાની તેની મોટી દીકરી હતી,એવામાં 4 ઓગસ્ટના રોજ જયારે અખિલ તથા તેની પત્ની શાકભાજીની લારીએ હતા ત્યારે 3 વર્ષીય દીકરી શિવાની ત્યાં આગળ પડેલ ટેમ્પોમાં રમી રહી હતી એવામાં રમતા રમતા જ અચાનક જ નીચે પટકાય હતી જેમાં તેને માથાના ભાગ પર ઇજા થવા પામી હતી.
નીચે પટકાયા બાદ તો એક દિવસ માટે શિવાનીને કાંઈ થયું હતું નહીં પરંતુ આ દરમિયાન બીજી વખત ચાલતા ચાલતા તે નીચે પટકાતા તેને તરત જ નજીકની સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી દેવામાં આવી હતી જ્યા 3 વર્ષીય શિવાનીને દાખલ કરી દેવામાં આવી હતી જે બાદ થી 4 દિવસો સુધી શિવાનીએ મૌત સામે જંગ લડી અને અંતમાં દમ તોડી દીધો હતો. પોતાની મોટી દીકરીની મૃત્યુની ખબર મળતા જ માતા તો ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી, ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તેઓની પાસે પોહચી ગઈ હતી જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દેવામાં આવી હતી.