સુરતમાં ઘરની બહાર ફટાકડા ફોડી રહેલ માસુમ પર ચડી ગઈ કાર, પણ થયો એવો ચમત્કાર કે માસુમ જીવિત રહ્યો…જુઓ વિડીયો
મિત્રો તમને ખબર જ હશે કે હજુ દિવાળીનો સમય ગયો છે એવામાં દિવાળીના દિવસે અનેક એવી ઘટનાઓ સામે આવી હતી જેના વિશે જાણીને સૌ ચોંકયુ હતું, અમુક દાઝવાના તો અમુક આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી, પણ હાલ આજના આ લેખના માધ્યમથી અમે એક એવી ઘટના લઈને આવ્યા છીએ જેના વિશે જાણીને તમારા પણ હોશ જ ઉડી જશે, તો ચાલો આ પુરી ઘટના છે તમને જણાવીએ.
સુરત શહેરમાંથી આ ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક બાળક રસ્તા પર ફટાકડા ફોડતો હતો એવામાં અચાનક જ કાર આવી હતી જે બાદ આ કાર બાળક પરથી પસાર થઇ ગઈ હતી વીડિયોમાં જોતા તો આ દ્રશ્ય ખુબ જ ભયાનક લાગ્યું હતું પરંતુ ખાસ વાત તો એ કે બાળક પરથી કાર પસાર થઇ જતા બાળકને ઇજા થઇ ન હતી કે આ પુરી ઘટના સીસીટીવી વીડિયોમાં કેદ થઇ હતી જે બાદ સ્થાનિકોનો ગુસ્સો કાર ચાલક પર ભરાયો હતો.
તમને જણાવી દઈએ કે આ પુરી ઘટના સુરત શહેરના કતારગામ માંથી સામે આવી હતી જ્યા વોલ્વો કાર ચાલકે 7 વર્ષીય બાળક જે રસ્તા પર ફાટકડા ફોડી રહ્યો હતો તેને કચડી નાખ્યો હતો પણ મિત્રો કહેવાય કે ” રામ રાખે એને કોણ ચાખે” આ ઘટનામાં પણ આવું જ થયું હતું કારણ કે બાળક કચડાયો તો હતો પરંતુ તેને વધારે ઇજા નહીં થઇ હોય તેવું લાગી રહ્યું છે.
સીસીટીવીમાં કેદ થયેલ આ વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક રસ્તા પર ફટાકડા ફોડી રહ્યો છે ત્યાં એક કાર ચાલક આવીને તેના પર કાર ચલાવી દે છે જે બાદ કાર પસાર થઇ જતા માસુમ પણ ઉભો થવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના સામે આવતા રહીશોએ આ કાર ચાલક વિરુદ્ધ લાલ આંખ કરી હતી.
View this post on Instagram
નોંધ :વાયરલ થઇ રહેલ આ વીડિયોને તથા જાણકારીને ચોક્કસ સોર્સ દ્વારા લેવામાં આવેલ છે, આ વિડીયો અંગે કોઈ પ્રકારે “ગુજરાતી અખબાર” કોઈ પ્રકારની પુષ્ટિ કરતું નથી.આભાર.
