સ્વીટી પટેલનું જીવન ફિલ્મી કહાની જેવું! જાણો પહેલા લગ્ન થી સ્વીટીના મુત્યુ સુધીની આ વાત.

હાલમાં જ્યાં જુઓ ત્યાં સ્વીટી પટેલનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે. જ્યાં જુઓ ત્યાં સ્વીટી પટેલ ની જ વાતો થઈ રહી છે ત્યારે આજે આપણે જાણીશું કે આખરે આ સ્વીટી પટેલ કોણ છે અને તેના જીવનમાં એવું તે શું બન્યું કે આજે સૌ કોઈનાં મોઢે સ્વીટી પટેલનું નામ જ છે. આપને જણાવવી દઈકે સ્વીટી પટેલ નું મર્ડર ગુજરાતની સૌથી રહસ્યમય મર્ડર મિસ્ટ્રી કેસ છે. આ મર્ડરમાં સ્વીટીનો પતિ જ ખૂની નીકળો હતો. ખરેખર ચાલો તેમના જીવનની ફિલ્મીકહાની  જાણી.

સ્વીટી મહેન્દ્ર પટેલ મૂળ ઉમરેઠના પણસોરાની વતની હતી. સ્વીટી સૌપ્રથમ તેના જ ગામના અને કોલેજમાં સાથે જ ભણતા યુવાન એવા હેતસ મહેશ પંડ્યાના પ્રેમમાં પડી હતી. હેતસ સાથે કોલેજમાં પ્રેમ પાંગર્યા બાદ બન્નેએ લગ્ન કર્યા અને 2001માં તેઓ અમદાવાદ આવ્યા. અને સ્વીટીએ દીકરાને જન્મ આપ્યો.રિધન જન્મ બાદ સ્વીટીએ બીજા દીકરા પ્રનીલ જન્મ આપ્યો. 2014 બન્નેએ પરસ્પર સહમતિથી ડિવોર્સ લઈ લીધા.

2015માં સ્વીટી મુલાકાત અમદાવાદ રૂરલ LIBના તત્કાલીન PSI અજય અમૃત દેસાઈ સાથે મુલાકાત થઈ અને મુલાકાત પ્રેમમાં પ્રાગરી અને  સ્વીટી અને અજય દેસાઈએ 2016માં રૂપાલના એક મંદિરમાં લગ્ન કરી સુખી સંસાર મા ળ્યો.

અજયના 2017માં થયેલા લગ્ન હતા. અજય દેસાઈએ સ્વીટી સાથે મંદિરમાં લગ્ન કર્યા બાદ 2017માં તેના સમાજની યુવતી સાથે લગ્ન કરી લીધા. આમ અજયની એક સામાજિક રીતે સ્વીકારાયેલી પત્ની હતી તો બીજી બાજુ સ્વીટી. અજયના બીજા લગ્ન બાદ સ્વીટી અને અજય વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા.બન્ને વચ્ચેના અણબનાવો વચ્ચે સ્વીટી પ્રેગ્નન્ટ થઈ, પરંતુ સ્વીટીએ 5 મહિના સુધી અજયને પ્રેગ્નન્સી અંગે વાત ન કરી.

2019માં તેણીએ અજય દેસાઈના દીકરાને જન્મ આપ્યો. આમ સ્વીટી ત્રીજા દીકરાની માતા બની.આ દરમિયાન અજય અને સ્વીટી સાથે મેસેજ અને કોલ દ્વારા વાતો થતી રહેતી હતી.અજય અને સ્વીટી કરજણના પ્રયોશા સોસાયટીના બંગલોમાં રહેતા હતા. જ્યારે અજયની બીજી પત્ની વડોદરામાં હતી. આ દરમિયાન એકવાર સ્વીટી પણ વડોદરા ગઈ. આમ એક સમયે સ્વીટી અને અજયની પત્ની એક જ શહેરમાં હતી. સ્વીટીના દિવસેને દિવસે અજય સાથે ઝઘડાઓ વધવા લાગ્યા. જેથી અજય માટે એક સાથે બે બે સ્ત્રીઓ સંભાળવી મુશ્કેલ બન્યું આને આજ કારણે તેને સ્વીટી પોતાના રસ્તામાંથી હટાવવા તેને ખતમ કરી નાખી.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *