જો મહીલા હોકી મા સેમી ફાઇનલ જીતેશ તો સવજી ધોળકીયા આ ઈનામ આપશે

હાલમાં દેશમાં ટોક્યો ઓલમ્પિક ચાલી રહ્યું છે, ત્યારે ભારતની બે દીકરીઓ દ્વારા બે મેડલની ભેટ મળી છે જેમાં એક સિલ્વર મેડલ મીરાંબાઈ અપાવ્યું છે તો બીજું મેડલ પી.વી. સીધુ એ. હવે ફરી એક નવી આશા જાગી છે સૌ ભારતીયોમાં ટીમ હોકી તરફથીકારણ કે, મહિલા હોકી ટીમેસેમિફાઈલમાં એન્ટ્રી લઈ લીધી છે. 41 વર્ષમાં પહેલી વખત આ સિદ્ધિ ભારતીય મહિલા હોકી ટીમને પ્રાપ્ત થઈ છે.

ગુજરાતનાં સૌથી ધનિક વ્યક્તિ અને ડાયમંડ કિંગ ગણાતા સવજીભાઈ ધોળકિયા એ હાલમાં જ જાહેરાત કરી છે કે 16 દીકરીઓએને મારા તરફથી પ્રોત્સાહન આપવામાં આવશે. હોકી ટીમના ખેલાડીઓને રૂ.11 લાખ સુધીનું ઘર અથવા નવી કાર આપવામાં આવશે.હાલમાં જ આ અંગેની જાહેરાત સવજીભાઈ પોતાના સોશિયલ મીડિયના માધ્યમ થી જણાવી છે. હજુ તો થોડા દિવસ પહેલા સવજીભાઈનું નામ 185 કરોડ રૂપિયા બંગલાને લઈને ચર્ચમાં આવ્યું હતું.

આપણી દીકરીઓ દરેક પગલે ઈતિહાસ બનાવી રહી છે. પહેલીવાર ઓસ્ટ્રેલિયાને હરાવીને ઓલમ્પિકના ફાઈનલમાં પહોંચ્યા છીએ. 130 કરોડ ભારતીય મહિલાઓ આ ટીમની પડખે ઊભી છે. આપણા ખેલાડીઓના ઉત્સાહમાં વધારો થાય એ માટે મારો આ નાનો એવો પ્રયાસ છે. જેથી તેઓ આપણા રાષ્ટ્રને વધારે ગૌરવ અપાવી શકે. ઓલમ્પિકની અંદર મહિલા હોકી ટીમ જીતશે તો પોતાના તરફથી અલગથી ગિફ્ટ પણ આપવામાં આવશે.

મહિલા હોકી ટીમના દરેક સભ્યોને રૂ.11 લાખ સુધીનું ઘર આપવામાં આવશે. આ ઉપરાંત જેની પાસે ઘર છે એને રૂ.5 લાખ સુધીની કાર આપવામાં આવશે. મહિલા હોકી ટીમનું બેસ્ટ પર્ફોમન્સ જોઈને દેશ આજે ગૌરવની અનુભૂતિ કરે છે. સવજીભાઈ પોતાના કર્મચારીઓને દિવાળીનાં બોનસમાં કાર અને ઘર આપવા માટે જાણીતા છે. સવજીભાઈ એક એવા વ્યાપારી છે જેમને આપમેળે કરોડો નો વ્યવસાય ઉભો કયો છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *