Viral video

શ્વાનોએ કરડવાથી નહિ પણ પાછળ દોડીને મહિલાઓને લીધી જપેટમાં! વિડીયો જોઈ ધ્રુજી જશો…..

ડીશાના બેરહામપુર શહેરમાં રુવાંટા ઊભી કરી દે એવી ઘટના સામે આવી છે, વાત જાણે એમ છે કે,શેરીમાં રખડતા કૂતરાઓએ સ્કૂટી પર જઈ રહેલી બાળકી સહિત બે મહિલાઓનો પીછો કર્યો હતો. કૂતરા કરડવાના ડરથી ટુ-વ્હીલર ચાલકે પોતાનું સંતુલન ગુમાવ્યું અને સ્કૂટી રોડની બાજુમાં પાર્ક કરેલી કાર સાથે અથડાઈ. ટક્કર એટલી ભયંકર હતી કે બાળક સહિત બંને મહિલાઓ કૂદીને રોડ પર પડી ગઈ હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વીડિયો જોઈ શકાય છે કે રસ્તા પર કોઈ વાહન આવતું-જતું દેખાતું નથી. સ્કૂટીની પાછળ પાંચ કૂતરા દોડી રહ્યા છે. મહિલા કૂતરાઓથી બચવા માટે તેજ સ્પીડમાં સ્કૂટી ચલાવી રહી છે. બાઈક સ્કૂટીમાં આગળ ઉભી છે.એક મહિલા સ્કૂટી ચલાવી રહી છે અને બીજી પાછળ બેઠી છે. તે કદાચ બાળકને શાળાએથી ઉપાડીને ઘરે પરત ફરી રહી હતી.

રસ્તાની બાજુમાં સફેદ રંગની કાર પાર્ક કરેલી છે. કૂતરાઓનો પીછો કરતી વખતે ડ્રાઇવિંગ કરતી મહિલાએ કાબૂ ગુમાવ્યો અને સ્કૂટી રોડની બાજુમાં પાર્ક કરેલી કાર સાથે અથડાઈ.ટક્કર એટલી જોરદાર છે કે મહિલાઓ અને બાળકો કૂદીને રોડ પર પડી ગયા, વીડિયો જોતા એવું લાગે છે કે જાણે કોઈ કૂતરો પણ હવામાં કૂદીને સ્કૂટીની નીચે દટાઈ ગયો હોય. આ અકસ્માત થતાં જ અન્ય કૂતરાં ભાગી જાય છે.

ખરેખર રડખતા કુતરાનો ત્રાસ એટલો વધી ગયો છે કે અનેક લોકોના કુતરાના કરડવાથી મોત પણ થયું છે. ઘણીવાર આવા વિડીયો પણ સામે આવ્યાં છે, જેમાં અનેક કુતરાઓએ બાળકો પણ હુમલો કરીને તેમના પર હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતારે છે. અનેક લોકોએ કુતરાના કારણે જીવ ગુમાવેલ છે, ત્યારે આ ઘટનામાં પણ મહિલાનું મોત થઈ શકતું હતું પરંતુ નસીબ સારા હતા કે મહિલાને માત્ર ઇજા થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!