ઘાઘડીયાવાળી માં ખોડલના સાનિધ્યમાં બિરાજમાન સોનાની નથવાળી મગરનું થયું નિધન, આરતી વેળા રોજ આવતી આ મગર…જાણો દિવ્ય ઇતિહાસ
ગીર સોમનાથ જિલ્લાના સુવાળા ગામમાં ઘાઘડિયા ધુનાવાળી મા ખોડલનું સાનિધ્ય આવેલું છે. આ પાવન ધરાની નિકટ શિગવડા નદીમાં એક સોનાની નથવાળો એક મગર બિરાજમાન છે. સૌથી ખાસ વાત એ છે કે, સોનાની નથવાળો આ મગર આરતી સમયે બહાર નીકળે છે અને સૌ ભાવિ ભક્તો આ મગરના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. હાલમાં જ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર પવિત્ર મગરનું દુઃખદ નિધન થયું છે.
મગરનું દુઃખદ નિધન થતાં ભાવિ ભકતોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે, ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ છે. ચાલો અમે આપને આ પાવન ધામ વિશે માહિતી આપી એ જ્યાં આ દિવ્ય મગર નો વાસ હતો. ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકામાં આવેલ સુંવાળા ગામનાં આઈ ખોડલ માનું સાનિધ્ય અતિ અલૌકિક છે. અહીંયા મગર સવાર અને સાંજે આરતીના સમયે દર્શન આપવા માટે આવે છે.
આ મગર માતાજી નાં દર્શન કરવા એક અનેરો લાહ્વો છે.ખરેખર આ જગ્યામાં અનેક પૌરાણિક કથા જોડાયેલ છે. આ મંદિરમાં મા ખોડલ માતાજી ની સાથો સાથ ભવાનીમાં અને વાઘેશ્વરીમાં તેમજ ખોડલ મા બિરાજમાન છે.
જ્યારે ખોડિયાર માતાજી ને રસ્તો નહોતો જડતો ત્યારે મા મગર સવારી બનીને આવ્યા અને અહીંયા જ મગરના નાકમાં સોનાની નથણી પહેરવામાં આવી છે. આ દિવ્ય સાનિધ્યમાં મગર માતાજી આજે પણ ભાવિ ભક્તોને દર્શન આપે છે. એવું કહેવાય છે કે આ ગુણો આદિ અનાદિ કાળ થી છે. નિત્ય સવાર અને સાંજની આરતી સમયે મગર માતાજી ભક્તોને દર્શન આપવા માટે આવે છે. આ ક્ષણ ભક્તો જ્યારે પણ આવે છે. મગરનું દુઃખદ નિધન થતાં હવે ભાવિ ભક્તો આ મગરના દર્શન નહી કરી શકે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.