આ ગામ નુ નામ એવુ છે કે લોકો ને નામ લેતા પણ શરમ આવે છે, ગામ લોકો એ કરી નામ બદલવાની માંગ
કોઈપણ વસ્તુ તેના નામ થી વધુ ઓળખાય છે! આમ નામ એવું હોવું જોઈએ કે, લોકોને સરળતાથી યાદ પણ રહી જાય અને લોકોના મનમાં પણ વસી જાય આમ પણ ક્યારેક કોઈ વ્યક્તિને પોતાનું નામ ન ગમતું હોય તે પોતાનું નામ બદલી પણ નાખે છે. ત્યારે આજે આપણે એક એવા ગામની વાત કરવાની છે કે, ગામ પોતાનું નામ બદલાવ માગે છે. આ વાત છે, રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાં એક ગામ આવેલું છે. આ ગામનું નામ એટલું વિચિત્ર છે કે, ગામના લોકો નામ લેતા પણ શરમ અનુભવે છે. તેથી લોકો આજે પણ ગામનું નામ બદલવા માટે ધારાસભ્યને રજૂઆત કરી રહ્યા છે. લોકોએ ધારાસભ્યને ગામનું નામ બદલવા માટે કેટલાક સૂચિત નામનું એક લિસ્ટ આપ્યું છે આ લિસ્ટની અંદર સજ્જનપુરા નામની દરખાસ્તા કરી છે.
આ ગામમાં માત્ર 100 લોકો જ વસવાટ કરે છે, તેમજ ગામજનોએ વિનંતી કરી છે કે, જલ્દીથી આ ગામનું નામ બદલવામાં આવે કારણ કે, જૂનું નામ એવું છે કે બહારના લોકોને નામ કહેવામાં પણ શરમ આવે છે. આ ગામના લીધે સૌ કોઈને શરમજનકસ્થિતિમાં મુકાય જાય છે. આ ગામનું નામ ચોરપુરા છે. જ્યારે ત્યા ના લોકો કોઈ કામ માટે બહાર જાય છે અને ગામ નુ નામ જણાવવા મા શરમ અનુભવે છે અને ઘણી વખત લોકો મજાક પણ બનાવે છે અના સંજોગો મા ગામ ના લોકો ને મુશ્કેલ પડી રહી છે.
આપણો ભારત દેશ વિવિધતા થી ભરેલો છે અને અનેક એવા ગામડા છે જેનુ નામ વિચીત્ર હોય છે ત્યારે આ ગામ ના લોકોને કોઈ ગામનું નામ પૂછે તો તેઓ ચોરપુરા કહેવામાં શરમ અનુભવે છે.. ગામ લોકોનું કહેવું છે કે, અન્ય ગામના લોકો તેમણે આવા વિચિત્ર નામના કારણે ખરાબ નજરથી જુએ છે.