દાણચોરીનો ગજબનો કીમિયો અમદાવાદ એરપોર્ટથી સામે આવ્યો! દુબઇથી ગુજરારમાં એવી રીતે સોનુ લવાતું કે જાણી તમારું માથું ચકરાય જશે..
દાણચોરીનો ગજબનો કીમિયો અમદાવાદ એરપોર્ટથી સામે આવ્યો! દુબઇથી ગુજરારમાં એવી રીતે સોનુ લવાતું કે જાણી તમારું માથું ચકરાય જશે. ખરેખર આવા તો અનેક કિમીયાઓ સામે આવ્યા છે પરંતુ હાલાં આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે. ચાલો આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી આપીએ કે આખરે કઇ રીતે આ સોનાની હેર ફેર થયેલ.
આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો દુબઈમાં મહિને 3 હજાર દિરહામની કમાણી કરતો એકાઉટન્ટ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 1.28 કરોડ રૂપિયાનાં સોના સાથે ઝડપાય ગયો. બાતમીમાં આધારે DRIએ સફળ ઓપરેશન પાર પાડી આ તસ્કરીના કેસના તાર દુબઈ સુધી હોવાની પ્રાથમિક તપાસમાં માહિતી મેળવી દીધી છે.
મહિને 3 હજાર દિરહામનો પગાર ધરાવતો હતો. તેવામાં એક રિયલ એસ્ટેટ બિઝનેસ મેનના કહેવા પર તેને અમીર બનવા માટે શોર્ટ કટ પસંદ કર્યો હતો. સોનાની દાણચોરી કરવા માટે પકડાઈ ન જવાય એના માટે બંગડીઓના ટુકડા કરી નાખ્યા હતા અને સંતાડી દીધા હતા.
કિંમત 1 કરોડ 28 લાખ રૂપિયા છે. તેવામાં અમીરાતની ફ્લાઈટમાંથી તે પરત આવી રહ્યો હતો ત્યારે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે.તપાસ દરમિાયન સામે આવ્યું કે સોનાની બંગડીઓના ટૂકડા અમદાવાદ લઈને જવાના આ શખસને 40 હજાર રૂપિયા મળવાના હતા. જોકે પકડાઈ જતા હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે અને આ દાણ ચોરીના માસ્ટર માઈન્ડને પકડવા પણ કાર્યવાહી શરૂ થશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.