ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું! જામનગરના આ દિગ્ગજ પ્લેયરનું નિધન થયું…. કેન્સરથી પીડિત હતો દિગ્ગજ
બૉલીવુડ જગત હાલમાં જ શોકમય વાતાવરણમાં છવાયેલું હતું ત્યારે હાલમાં જ એક દુઃખ ઘટના બની છે, જેના વિશે જાણીને ચોકી જશો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે ભારતીય ક્રિકેટ જગતમાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સલીમ દુર્રાનીનું 88 વર્ષની વયે નિધન થયું છે.
ગુજરાતના જામનગરમાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. 88 વર્ષના દિગ્ગજ ખેલાડી સલીમ દુર્રાની કેન્સરથી પીડાતા હતા. દુરાનીને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમને 1960માં અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. ચાલો અમે આપને તેમના જીવન વિશે વધુ વિગતવાર માહિતી જણાવીએ. આખરે ક્યાં કારણોસર આ દુઃખ ઘટના બની છે.
સ્પિન ઓલરાઉન્ડર સલીમ દુર્રાનીનો જન્મ 11 ડિસેમ્બર 1934ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. પરંતુ જ્યારે દુર્રાની માત્ર 8 મહિનાના હતા ત્યારે તેમનો પરિવાર પાકિસ્તાનના કરાચીમાં સ્થાયી થયો હતો. ત્યાર બાદ જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે દુર્રાનીનો પરિવાર ભારત આવ્યો હતો.
એક શાનદાર ઓલરાઉન્ડર તરીકે જાણીતા છે. તેમણે વર્ષ 1960માં ઓસ્ટ્રેલિયા સામે મુંબઈ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. દુર્રાની તોફાની બેટિંગ કરવા માટે જાણીતા હતા. આ સાથે દુર્રાની દર્શકોના કહેવા પર સિક્સર મારવા માટે પણ ફેમસ હતા. તેઓ દર્શકોની માંગ પર બોલને બાઉન્ડ્રીની બહાર ફેંકી દેતા હતા.
દર્શકો રમતમાં રોમાંચ લાવવા માટે દુરાનીને છગ્ગો જોવાની ઈચ્છા થાય ત્યારે તેઓ આમ કરી પણ બતાવતા હતા. દુરાની ભારત તરફથી કુલ 29 ટેસ્ટ મેચ રમ્યા છે અને આ દરમિયાન તેમણે 1202 રન બનાવ્યા છે, જેમાં 1 શતક અને 7 અડધી સદીનો સમાવેશ થાય છે. પોતાની અંતિમ ટેસ્ટ વર્ષ 1973માં 6 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે રમી હતી.
તેમની અંતિમ ટેસ્ટ ઈંગ્લેન્ડ સામે બ્રોબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. વર્ષ 1973માં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ નસીબ અજમાવ્યું હતું. સલીમે બોલિવૂડ ફિલ્મ ‘ચરિત્ર’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેત્રી પરવીન બાબી પણ હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.