અમદાવાદમાં સિક્યોરિટીને ચખમો દઈને ધોનીને મળવા પોહચેલ યુવક છે આ શહેરથી, જાણો કોણે છે આ યુવક અને શા માટે ધોની ને મળવા ગયો…
હાલમાં જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક ચોંકાવનારી ઘટના બની છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર 10 મેના રોજ આઈ.પી.એલ.ની મેચ દરમિયાન એક યુવક બાઉન્ડરી કૂદીને મહેન્દ્રસિંહ ધોની પાસે છેક પિચ સુધી પહોંચી ગયો હતો. આ યુવક પિચ પર પહોંચ્યા બાદ તે ધોનીને પગે પડી ભેટી પડ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થયેલો. આ રીતે સ્ટેડિયમની અંદર ચાલુ મેચે કોઈપણ ક્રિકેટરને મળવા જવું તે ગેર કાયદેસર ગણાય છે.
આ યુવકનો વિડીયો વાયરલ થતાં જ ચારો તરફ આ યુવકની ચર્ચા થઈ રહી છે. ખરેખર આવી રીતે ક્રિકેટના સ્ટેડિયમમાં સુરક્ષાકર્મીઓની નજર સામેથી જવું એ સાહસ ભર્યું પગલું કહેવાય. હાલમાં જ જાણવા મળ્યું છે કે, આ યુવક ગુજરાતના ભાવનગર શહેરનો છે. ખરેખર એક ગુજરાતી જ આવી હિંમત કરી શકે છે. હાલમાં આ યુવક મુશ્કેલીમાં મુકાઈ ગયો છે કારણ કે એ જે રીતે ધોનીને મળવા ગયો તે ખૂબ જ ગંભીર અને ગેર કાયદેસર ગણાય છે.
ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ યુવક કોણ છે અને શા માટે કે ધોનીને મળવા ગયો? આ યુવક વિશે વિગતવાર માહિતી જાણીએ. આ યુવકનું નામ જયકુમાર ભરતભાઈ જાની છે, જે ભાવનગર શહેરના વસંત વિહાર સોસાયટી, ટોપ-3 સર્કલની પાછળ રહે છે. અમદાવાદમાં પોતાના ભાઈ પાર્થ જાની સાથે ભાવનગરથી અમદાવાદ મેચ જોવા આવ્યો છે
ધોનીનો ખૂબ જ મોટો ફેન હોવાથી તેમને મળવા માટે ચાલુ મેચ દરમિયાન જાળી કૂદીને ગ્રાઉન્ડમાં દોડી ગયો હતો અને ધોનીને પગે પડ્યો અને ત્યારબાદ ભેટી પડ્યો હતો. આ સમગ્ર મામલે હાલ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ipc 447 હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.