આજની જુવાન જોધ પેઢી આમને નહીં ઓળખી શકે!! વિડીયો જોઈને કહો મિત્રો કોણ છે… જુઓ
ગુજરાતના લોકપ્રિય કાયકા રાજલ બારોટ એ પોતાના સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે આ વિડીયો એક ગાયક કલાકારનો છે આ ગાયક કલાકારને આજની પેઢી કદાચ નહીં જાણતી હોય પરંતુ તમને જાણીને થશે કે આ ગાયક કલાકારે ગુજરાતી લોકગીતોને વિશ્વ ફલક સુધી પહોંચાડ્યું અને આજે તેઓ ભલા દુનિયામાં નથી છતાં પણ તેઓ પોતાની ગાયિકીના કારણે લોકોને હૃદયમાં જીવન છે. ચાલો મેં આપને જણાવીએ કે આ ગાયક કલાકાર કોણ છે?
શા માટે રાજલ બારોટે આ ગાયક કલાકારનો વિડીયો પોસ્ટ કર્યો છે ? તેમને આ ગાયક કલાકાર સાથે શું સંબંધ છે? તમને સૌ કોઈને જાણીને થશે કે આ ગાયક કલાકાર બીજું કોઈ નહીં પરંતુ મણીયારો અને સનેડો આપનાર લોકગાયક કલાકાર મણીરાજ બારોટ છે જે ઉત્તર ગુજરાતનું ગૌરવ છે અને બારોટ સમાજનું વિશ્વભરમાં નામ રોશન કર્યું છે. મણીરાજ બારોટ આજે ભલે આ દુનિયામાં ભલે હયાત નથી પરંતુ તેમની ગાયકી થકી તેઓ લોકોના હૃદયમાં જીવન છે સૌથી ખાસ વાત એ છે કે, મણીરાજ બારોટ એ રાજલ બારોટ ના પિતા છે.
મણીરાજ બારોટ એ પોતાના જીવનમાં શૂન્ય માંથી સર્જન કર્યું છે અને આ સર્જન તેમને સફળતા શિખરે લઈ ગઈ.
ચાલો મેં આપને જણાવી કે મણીરાજ બારોટ કોણ છે.
મણિરાજ બારોટ તેઓ ગુજરાતના જાણીતા લોકગાયક હતા. ઉત્તર ગુજરાતના તૂરી બારોટ લોકો દ્વારા ભવાઇ વેશમાં ગવાતા સનેડો નામના લોકગીતના એક પ્રકારને જગતભરમાં પ્રખ્યાત કરવાનું બહુમાન તેમના ફાળે જાય છે.
મણીરાજ બારોટ ઉત્તર ગુજરાતના પાટણ પાસેઆવેલા બાલવા ગામના મૂળ વતની હતા અને તેમને લોક ડાયરા થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને તેમના કારણે મણીયારો અને સનેડો ગુજરાત સહિત વિશ્વભરમાં લોકપ્રિય થયેલ. તેમના જીવનમાં તેમનો અંત પણ દુઃખદાયી હતો, માત્ર ૪૨ વર્ષની વયે નવરાત્રીની આઠમને શનિવાર, સપ્ટેમ્બર ૩૦, ૨૦૦૬ના રોજ રાજકોટ પાસેના એક રિસોર્ટમાં હ્દયરોગનો હુમલો થતાં તેમનું અવસાન થયું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.