વડોદરાના યુવાનની બેંગ્લોરમાં કરપીણ હત્યા! યુવાન પરિવારના દુઃખ દૂર કરવા લંડન નોકરી જવાનો હતો પણ એવો બનાવ બન્યો કે, જાણીને કાળજું કંપી જશે…
મોત ક્યારે આવી જાય એ કોઈ નથી જાણતું, હાલમાં જ એક દુઃખદાયી ઘટના બની છે. જે દીકરો પરિવારના દુઃખ દૂર કરવાનો હતો એ જ દીકરો આ દુનિયામાંથી ચાલી ગયો. આ ઘટના અંગે વિગતવાર જાણીએ તો મધ્યમ વર્ગીય માતા-પિતાએ પુત્ર ભાસ્કરને બેંગ્લુરુમાં ભણાવ્યો. ભાસ્કરે મહેનતથી લંડનમાં નોકરી પણ મેળવી લીધી હતી.
તા 30 એપ્રિલના રોજ તે બેંગ્લુરુથી વડોદરા આવવાનો હતો અને પોતાના પરિવારને મળીને લંડનમાં નોકરી પર હાજર થવાનો હતો પણ અચનાક જ કાળ ભરખી ગયો. બેંગ્લુરુની એ સાંજે તે કોલેજની ફેરવેલમાં પાર્ટી માણવા ગયો અને પાર્ટી પૂરી થવાના એક કલાક પહેલા જ ભાસ્કરની હત્યા થઇ. ભાસ્કર જેટ્ટી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો.ભાસ્કરે ધોરણ 1થી 8 સુધીનો અભ્યાસ વડોદરાની જીવન સાધના હાઇસ્કૂલમાં કર્યો હતો. ત્યાર બાદ તે બેંગ્લોર મામાના ઘરે રહીને અભ્યાસ કરી રહ્યો હતો. મિકેનિકલ એન્જિનીયરીંગમાં ડિપ્લોમા કર્યું હતું. અને તે બાદ તે બેંગ્લુરુની રેવા એન્જિનીયરીંગ કોલેજમાં ડીગ્રી કરી રહ્યો હતો.
કોલેજની ફેરવેલ પાર્ટી હતી. ભાસ્કર માટે કોલેજમાં રહેવાની આ છેલ્લી ક્ષણો હતી.તે દિવસે બેંગલોરમાં તેના એક સ્વજનનું અવસાન થયું હતું. જેથી તેને ત્યાં જવાનું હતું.ભાસ્કર કોલેજમાં ફેરવેલ પાર્ટી હોવાથી ગયો ન હતો. અને કોલેજમાં આયોજીત ફેરવેલ પાર્ટીમાં ગયો હતો.જ્યાં એક હજાર વિદ્યાર્થીઓ વચ્ચે તેની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી.
માતા-પિતાએ વેઠેલી મુશ્કેલી તેને ખબર હતી. તે પરિવારને દુનિયાની તમામ ખૂશી આપવા માંગતો હતો. અમારી સાથે તે ક્રિકેટ પણ રમતો હતો. હસમુખો હતો. લાગણીશીલ હતો. બીજાને મદદ કરવા હંમેશા તત્પર રહેતો હતોભાસ્કરના મોતના સમાચાર આવતા પરિવાર ઉપર આભ ફાટ્યું હતું, પરિવારે ભાસ્કરના મૃતદેહને વડોદરા લાવવાના બદલે બેંગ્લુરુમાં જ અંતિમ સંસ્કાર કર્યા હતા.વડોદરા ખાતે રહેતા પરિવારજનો અને જેટ્ટી સમાજના લોકોએ બેંગ્લુરુ ખાતે થયેલા ભાસ્કરના અંતિમ સંસ્કારના ઓનલાઇન દર્શન કર્યા હતા. હાલમાં આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે કે હત્યા ક્યાં કારણોસર અને કોને કરી છે,