16 કરોડ નુ ઈન્જેકશન આપવા છતા , ફુલ જેવી દીકરી ને ના બચાવી શક્યા
ઘણી બીમારી ઓ એવી છે જેનો ઈલાજ કરવામા માટે કરોડો રુપીયા નો ખર્ચ કરવો પડે છે ત્યારે એક એવી જ બીમારી નો ભોગ એક ફુલ જેવી દીકરી બની છે. સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી (SMA Type E 1)થી ઝઝૂમી રહેલી 11 મહિનાની વેદિકા શિંદેનું અકાળે મોત થઈ ગયું છે. વેદીકા ના દાઠ મહીના પહેલા જ સારવાર માટે જરૂરી 16 કરોડ રૂપિયાની ઇન્જેક્શન આપવામાં આવ્યુ હતુ.
ઈન્જેકશન સમયસર આપવા છતા આ દિકરી રવિવારે મોત ને ભેટી હતી. વેદિકાના પિતા સૌરભ શિંદેએ કહ્યું કે ઇન્જેકશન આપ્યા બાદ હાલત ધીરે ધીરે સુધરી રહી હતી, પરંતુ રવિવારે (1 ઓગસ્ટના રોજ) તેનું ઓક્સિજન લેવલ અચાનક જ ઘટી ગયું અને તેને શ્વાસ લેવાની તકલીફ થવા લાગી હતી ત્યારે તેને એક નજીકની એક ખાનગી હૉસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવી, પરંતુ એ દરમિયાન તેનું મોત થઈ ગયું.
વેદીકા માટે 16 કરોડ રુપીયા નુ ઈન્જેકશન અમેરીકા માથી મંગાવામા આવ્યુ હતુ. અને દેશ માથી લોકોએ આર્થીક મદદ કરી હતી અને સાથે કેન્દ્રએ આ ઇન્જેક્શનના આયાત ડ્યૂટી માફ કરી દીઘી હતી, પરંતુ અથાગ પ્રયાસો છતા કરીએ એ દુનીયા ને અલવિદા કહી હતુ.
ઈન્જેકશન મેળવ્યાછે બાદ પરિવારજનોએ વેદિકાની સારવાર પૂણેની દિનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં શરૂઆત કરવામાં આવી. 16 જૂનના રોજ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ વેદિકાના સ્વાસ્થ્યમાં ઘણો સુધાર થઈ રહ્યો હતો. આ બીમારીને લઈને ડૉક્ટર અષ્પાક બાંગીએ જણાવ્યું કે આ બીમારીથી પીડિત હોવાના કારણે વેદિકાના સ્નાયુ ખૂબ નબળા થઈ ચૂક્યા હતા, જેના કારણે તેને શ્વાસ લેવાની તકલીફ થવા લાગી. તેને સારવાર માટે એડમિટ કરાવવામાં આવી, પરંતુ દુર્ભાગ્યથી તેનું મોત થઈ ગયું.