Gujarat

ગુજરાત ના આ જીલ્લા પડ્યો ધોધમાર વરસાદ

ગુજરાત મા 17 થી 20 જુન વચ્ચે સારોએવો વરસાદ બાદ મેઘરાજા જાણે ખેડુત થી રુઠી ગયા હોય તેવુ લાગી રહ્યુ છે હાલ સમગ્ર ગુજરાત મા વરસાદ ખેંચાયો છે અને ખેડુત ના બિયારણ સુકાઈ જવાની પણ ભીતી સેવાઈ રહી છે.

આ બધા ની વચ્ચે એક રાહત ના સમાચાર પણ મળી રહયા છે અમરેલીમાં લાંબા સમય પછી વરસાદ પડતા ખેડૂતોની ચિંતાનો અંત આવ્યો છે. જિલ્લામાં એક કલાક સુધી ધોધમાર વરસાદ પડતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. જિલ્લાના રાજુલા, લાઠી, સાવરકુંડલા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ લોકોને પણ ગરમીના બફારામાંથી રાહત મળી હતી.

અમરેલી મા શરુવાત ના દિવસો મા સારો વરસાદ થયા બાદ મોટા ભાગના ખેડુતો આ વાવણી કરી હતી અને જો આ વરસાદ ના આવ્યો હતો તો ખેડુતો નુ બિયારણ પણ બળી જાત એક કલાક ના પડેલા ધોધમાર વરસાદ થી ખેડુત ના પાંક ને નવુ જકવનદાન મળ્યુ કહી શકાય અને ખેડુતો એ રાહત નો સ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!