ગજબ ના નસીબ વસાણી પરીવારના ! 14 સભ્યો ખાબક્યા હતા મચ્છુ મા છતા ચમત્કારિક રીતે થયો બચાવ.. જાણો કેવી રીતે..
ગુજરાતીમાં કહેવત છે ને કે, રામ રાખે એને કોણ ચાખે. આજે આપણે એક એવા પરિવારની વાત કરીશું જે મોરબી હોનારતમાંથી બચી ગયો. રાજકોટનો પરિવાર નસીબદાર નીકળો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, રાજકોટના યુનિવર્સિટી રોડ પાસે રહેતો વસાણી પરિવાર મોતના દ્વારેથી પાછા ફર્યા.
જ્યારે ઘટના બની ત્યારે વસાણી પરિવારના 14 સભ્યો પુલ પર હાજર હતા. સદનસીબે પરિવારના તમામ સભ્યો બચી ગયા હતા. રાજકોટના વસાણી પરિવારના 14 સદસ્યો મોરબીમાં બનેલો નવો ઝુલતો પુલ જોવા રાજકોટથી મોરબી ગયા હતા. પણ તેમને શુ ખબર હતી કે, આવુ થશે.
વાસણી પરિવાર મોરબીમા બનેલો નવો પુલ જોવા માટે બહુ જ ઉત્સાહી હતો અને એ બધા લોકો જોવા પણ ગયા હતા ને પુલ 30 થી 35 ટકા ક્રોસ કર્યો. પુલ વધારે પડતો હાલકડોલક થઈ રહ્યો હતો. તેથી તેમને ડર લાતો હતો. આખરે એવુ જ થયું. અમે બધા 14 લોકો ઉપર હતા અને પુલ તુટ્યો અને બધા નીચે પાણીમાં પડ્યા.
પાણીમાં પડ્યા પછી જાણે તેમને કુદરતી શક્તિ મળી હોય તેવુ લાગ્યું. છોકરાઓ પાણીમાં પડી ગયા હતા. તૂટેલો પુલના કોડ નજીક દેખાતો હતો, તે જોઈને જેમતેમ કરીને તેની પાસે પહોંચ્યા. તેના સપોર્ટથી લગભગ અડધો કલાક પકડીને ઉભા રહ્યા. ધીમે ધીમે કરીને પ્રયાસ કરીને સાઈડની ગ્રીલથી સપોર્ટથી બહાર આવ્યા.
વાસણી પરિવારના નાનકડા દીકરા જુગલ વસાણીએ કહ્યું કે, મારી મમ્મી તરતા નથી આવડતુ, ડેડીને આવડે. તેથીમમ્મી પપ્પાને પકડીને બહાર આવી. મેં તરીને તાર પકડી લીધો હતો. આમ, મમ્મી બચી ગઈ, પણ તેને થોડુ વાગ્યું. કેટલાક લોકો પુલ હલાવતા હતા તો બીક લાગતી હતી. વાસણી પરિવારે મીડિયા સમક્ષ કહ્યું કે, પુલની કેપેસિટી 100 થી વધુ લોકોની હતી, તો આટલા બધાને ન જવા દેવા જોઈતા હતા. જ્યાં મેનેજમેન્ટને લોકોએ આટલા લોકોને એલાઉ કરવા ન જોઈતા હતા.