EntertainmentGujarat

ખુબ ઓછા લોકો જાણે છે કે ખજુરભાઈએ આ ટી.વી શો મા પણ કામ કરેલું અને એક સમયે 70 હજાર મા નોકરી પણ કરતા પરંતુ આ કારણે નોકરી મુકી…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કલા ક્ષેત્ર દરેક વ્યક્તિ માટે સ્વંત્રત છે અહી કોઈ પણ વ્યક્તિ આવીને પોતાની આવડત અને મહેનત દ્વારા નામના મેળવી શકે છે આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી લોકોને ગુજરાતી અભિનય અને ફિલ્મો ઘણા પસંદ આવી રહ્યા છે તેવામાં હાલમાં લોકો દ્વારા ઘણા બહોળા પ્રમાણમાં સોસ્યલ મીડયા નો ઉપયોગ થાય છે આવા સોસ્યલ મીડયા માધ્યમ પર અનેક ગુજરાતી છવાયેલા છે આપણે અહી અવાજ એક લોકપ્રિય કલાકાર વિશે વાત કરવાની છે.

આપણે અહી ખજુર ભાઈ વિશે વાત કરવાની છે આપણે સૌ જાણીએ છીએ કે ખજુર ભાઈનું સાચું નામ નીતિન જાની છે. ખજુર ભાઈ દેશ વિદેશ માં ઘણી મોટી લોક ચાહના ધરાવે છે આપણે સૌ જાણીએ છીએ કે તેમના કોમેડી વીડિઓ લોકોને ઘણા પસંદ આવે છે અને લોકો તેમને ઘણો પ્રેમ આપે છે જો કે ખજુર ભાઈ એક કલાકાર ની સાથે એક સારા વ્યક્તિ પણ છે આપણે સૌ તેમના સેવાકીય કાર્ય વિશે અવાર નવાર માહિતી મેળવી છે.

જ્યારેથી રાજ્યમાં વાવાઝોડું અને કોરોના ની એન્ટ્રી થઇ હતી ત્યારથી જ ખજુર ભાઈએ પોતાની પાસે રહેલા પૈસા નો ઉપયોગ પર કાજે કરવાનો નિર્ણય કર્યો હતી તેમણે અત્યાર સુધીમાં એનેક જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે તેમણે લોકો ને પાક્કા મકાન ઉપરાંત આર્થિક સહાય તથા ઘણા લોકોને ખોરાક ની પણ સુવિધા કરી આપી છે એક સારા કલાકાર સાથે સારા વ્યક્તિ એવા નીતિન પટેલ લોકોના ઘણા પ્રિય છે.

પરંતુ શું તમે નીતિન જાની ના અંગત જીવન વિશે જાણો છો આપણે અહી અમુક એવી બાબત વિશે માહિતી મેળવવાની છે કે જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. જણાવી દઈએ કે ખજુર ભાઈ ગુજરાત ના સુરત ના છે. જો વાત ખજુર ભાઈના અભ્યાસ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે પ્રાથમિક ભણતર બારડોલી માંથી મેળવ્યું છે જયારે તેમણે કોલેજ નો અભ્યાસ પુના થી કર્યો છે.

જો વાત ખજુર ભાઈ ની ડીગ્રીઓ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે MCA, MBA, LLB, જેવી ડીગ્રીઓ મેળવી છે તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ખજુર ભાઈ એક્ટિંગ જગત માં આવ્યા પહેલા નોકરી કરતા હતા તેમણે એક આઈટી કંપની માં એક વર્ષ માટે નોકરી કરી હતી આ સમયે તેમનો પગાર ૭૦ હજાર રૂપિયા હતો. જો કે પછી તેમણે કોઈ કારણોસર આ નોકરી છોડી દીધી હતી.

જણાવી દઈએ કે ખજુર ભાઈ ફરવાના ઘણા શોખીન છે. તેમણે શરૂઆત માં એકતર બનવા વિશે વિચાર્યું ના હતું પરંતુ ધીરે ધીરે તેમને એક્ટિંગ માં રસ પડ્યો અને તેમણે બોલીવુડ માં મહેનત કરી તેઓ અનેક લોક પ્રિય શો જેવા કે “ ઝલક દીખ લા જા “ ઉપરાંત “ ઈન્ડયાઝ ગોટ ટેલેન્ટ “ જેવા ઘણા શોમાં જોવા મળ્યા હતા હાલમાં તેઓ પોતાની એક યુટ્યુબ ચેનલ ચલાવે છે જેમાં તેમને અનેક લોકો ફોલો કરે છે.

આ બાબાત ઘણા ઓછા લોકો જાણતા હશે કે નીતિન જાણીએ ફિલ્મમાં પણ કામ કર્યું છે તેમણે એક ફિલ્મ કે જેનું નામ “ એવું જ રહેશે “ ફિલ્મ ની સ્ક્રીપ્ટ લખી અને ડાયરેક્ટ તથા એક્ટિંગ પણ કરી હતી આજ સમયે તેમણે ફિલ્મ પ્રમોશન માટે ખજુર અને જીગલી ના કાલ્પનિક કિરદાર ને બનાવ્યાં હતા કે ઘણા પસંદ કરવામાં આવ્યા હતા અને આજે પણ લોકો આ કિરદાર ને ઘણા પસંદ કરે છે લોકો આજે પણ નીતિન ભાઈને ખજુર ભાઈ કહીને જ બોલાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!