વિઠ્ઠલભાઈ રાદડીયાએ દીકરાના નિધનબાદ પુત્રવધુનું કર્યું હતું કન્યાદાન!કરોડો રૂપિયાની સંપત્તિ આપી હતી કરીયાવરમાં..
સમાજમાં અનેક એવા વ્યક્તિઓ હોય છે જે સદાય લોકોનાં સેવા અર્થે કાર્યરત હોય છે, ત્યારે આજે આપણે વાત કરીશું ગુજરાતનાં પનોતા પુત્ર અને ખેડૂતોના સારથી અને ખેડૂતોના પિતા ગણાતા વિઠલભાઈ રાદડિયાનું જીવનનું ખૂબ જ સદકાર્યોમાં વિત્યું હતું. ત્યારે આજે આપણે તેમના જીવનની સૌથી ખાસ અને પ્રેરણાદાયી વાત વિશે જાણીશું. આજે ભલે તેઓ હયાત નથી પરતું તમામ લોકો તેમને તેના કામથી ઓળખે છે. ખરેખર ચાલો આ કાર્યને આપણે જાણીશું.
સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં દુખિયાનાં બેલી એવ વિઠ્ઠલ રાદડિયાએ 2013માં ભાજપમાં એન્ટ્રી કરી હતી. 1990થી 2007 સુધી વિઠ્ઠલ રાદડિયા સતત પાંચ વખત તેઓ ધોરાજી ધારાસભ્ય રહ્યા હતા અને તે સિવાય તેઓ 2009થી 2019 સુધી તેઓ સાંસદ પણ રહ્યા હતા.
વિઠલભાઈનું જીવન હંમેશા લોકોની સેવામાં અને ખેડૂતોના હીતમાં સમાજમાં શિક્ષણ અને સેવાકીય કામગીરી માટે તેમનું નામ આદરથી લેવામાં આવી રહ્યું હતું. સહકારી ક્ષેત્રમાં તેમજ આંતર ગામોમાં શિક્ષણ માટે તેમનું યોગદાન ઈતિહાસમાં યાદ રહેશે અને ખાસ તો તેમના પરિવારનો એક ખૂબ જ અદ્દભુત પ્રસંગ બન્યો હતો જે સમાજના લોકો માટે એક સકારાત્મક સંદેશ હતોવિઠલભાઈમાં યુવાન પુત્રનું નિધન થતા તેમને એક એવું પગલું ભર્યું જે સમાજના લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયી રહ્યું હતું.
આપણે સૌ કોઈ જાણીએ છે કે,પુત્રવધુ પણ દીકરી સમાન જ ગણવામાં આવે છે. એક બાપ તો પોતાની દીકરીનું કન્યાદાન કરે પરતુ એક સસરા એ પોતાની પુત્રવધુને દીકરી ગણીને કન્યાદાન આપ્યું.વિઠ્ઠલ રાદડિયાએ પણ પોતાની પુત્રવધૂને દીકરી બનાવીને તેમના બીજા લગ્ન કરી તેમનું કન્યાદાન પણ કર્યું હતું. આમ તેઓએ સમાજ માટે એક જબરજસ્ત ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
વિઠ્ઠલ રાદડિયાએ પોતાની પુત્રવધુ મનીષાને પોતાના પુત્રના નિધન બાદ જામકંડોરણા નજીક આવેલા એક ગામમાં જ રહેતા હાર્દિક ચોવટીયા નામના યુવાન સાથે મનીષાના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવ્યા હતા. આ પ્રસંગે વિઠ્ઠલ રાદડિયાએ પોતાની પુત્રવધૂને જમીન તથા ઝવેરાત સોનું ચાંદી અને રોકડ વગેરે મળી 100 કરોડથી વધુની સંપત્તિ પણ કન્યાદાનમાં આપી હતી આમ તેઓ એ સમાજમાં એક ખૂબ જ સારું ઉદાહરણ આપ્યું છે, આજના સમયમાં લોકો માટે કરવું અશક્ય છે.