વિવાહ ફીલ્મ જેવી ઘટના સાચે જ ઘટી ! લગ્ન પહેલા જ દુલ્હન નુ કરોડરજ્જુ ટુટવા જતા વરરાજા એ..

દરેક લોકો નુ સપનું હોય છે કે દરેક ને જીવન મા એવુ પાત્ર મળે કે તેનો સુખ અને દુખ મા સાથે આપે ઘણી વાર એવી ઘટના ઓ બનતી હોય છે એ જાણે પ્રેમ ની પરીક્ષા હોય. 2006 મા એક ફીલ્મ આવી હતી જેનુ નામ વિવાહ હતુ અને તેમા જે પ્રેમ નુ ઉદાહરણ આપ્યુ હતુ એ ગજબ નુ હતુ. એવી જ એક ઘટના સાચે બની છે જે જાણીને તમે કહેશો કે ખરેખર આ પ્રેમ સાચો છે.

ફીલ્મ મા એવી ઘટના બને છે કે અમૃતા આગ મા બળી જાય છે છતા શાહીદ તેની સાથે જ લગ્ન કરે છે આવી જ ઘટના ઉત્તર પ્રદેશ ના પ્રયાગ રાજ મા પણ બની હતી. મળતી માહિતી અનુસાર પ્રયાગરાજ ના કુંડા મા રહેતી આરતી ના લગ્ન ની બધી તૈયારીઓ થય ચુકી હતી. 8 ડીસેમ્બર ના રોજ આરતી ના લગ્ન થવાના હતા. પરંતુ તેના થોડા દિવસ અગાવજ એવી ઘટના બની કે તેની અગાસી પર નાનો ભત્રીજો રમી રહ્યો હતો. અને તે અગાસી પર થી પડે તેમ હતો.

તેને બચાવવા જતા આરતી અગાસી પર થી નીચે પડી હતી. ત્યારે તેના બન્ને પગ મા ગંભીર ઈજાઓ પહોચી હતી અને સાથે કરોડરજ્જુ પણ ટુટી ગયુ હતુ. ત્યારે સારવાર માટે તને હોસ્પીટલ મા ખસેડાઇ હતી. જ્યારે વરરાજા અધવેશ અને અધવેશ ના પરીવારજનો ને પણ આ ઘટના ની જાણ કરવામાં આવી હતી ત્યારે લગ્ન ના અનેક એ માટે આરતી ના પરીવારજનો એ અધવેશ ને કહ્યુ કે તમે આરતીની નાનીબેન સાથે ફેરા ફરો.

ત્યારે અધવેશે આ રીતે સાળી સાથે લગ્ન કરવાની ના કહી દીધી હતી અને જણાવ્યું હતુ કે લગ્ન કરશે તો આરતી સાથે જ અને પછી એક દિવસ ડોક્ટર ની પરમીશન લઈને આરતી ને કુંડા લઈ જવામાં આવી અને લગ્ન ની રસમ બેડ પર જ પુરી કરવામા આવી કારણ કે આરતી ઉભી થઈ શકે તેમ જ નોહતી અને ફરી હોસ્પીટલ મા ભરતી કરવામા આવી. અને અધવેશે સાચ્ચા પ્રેમ ની મીસાલ કાયમ કરી હતી. હાલ આરતી હોસ્પીટલ મા છે અને અધવેશ તેનુ ધ્યાન રાખે છે અને બન્ને ખુબ ખુશ છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *