આખરે વિવાન જીંદગી ની જંગ હાર્યો! અમદાવાદ ની હોસ્પીટલ મા વિવાન ને અંતિમ શ્વાસ લીધા

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમય થી ગુજરાત મા એક નાના બાળક કે જેનુ નામ વિવાન વાઠેર છે તેને બચાવવા માટે એક મિશન વિવાન નો દુખ અંત આવ્યો છે જેવી રીતે ધૈર્યરાજ ને બચાવવા માટે લોકો 16 કરોડ ભેગા કરી ને ઈન્જેકશન લગાવવા મા આવ્યુ હતુ. તેવી જ રીતે આ બાળક ને પણ ઈન્જેકશન ની જરુર હતી.

મુળ કોડીનાર ના આ બાળક વિવાનને SMA નામ ની એક ગંભીર અને દુર્લભ બીમારી થી પિડાતો હતો. અને 16 કરોડ ના ઈન્જેકશન ની જરુર હોવાથી તેમના પિતા અશોકભાઈ વાઢેર સતત લોકો ને સોસિયલ મિડીઆ પર અને સમાચાર ના માધ્યમ થી ડોનેશન માટે અપીલ કરી રહ્યા હતા. પરંતુ આખરે કુદરત ને જે મંજુર હતુ તે થયુ અથાગ પ્રયાસો છતા વિવાને દુનીયા ને અલવિદા કહી દીધુ હતુ.

હાલ પ્રાથમીક માહીતી સામે આવી છે જેમાં વિવાનનુ અમદાવાદ ખાતે અચાનક નિધન થયું છે. આજે સોલા સિવિલ હૉસ્પિટલ (Sola civil hospital) ખાતે વિવાનનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે. જે બાળક માટે ગુજરાતના લોકો રૂપિયા 16 કરોડનું ફંડ એકઠું કરવા માટે રસ્તા પર આવ્યા હતા તેવા વિવાનના અચાનક નિધનથી બાળકના પરિવારજનો જ નહીં પરંતુ તમામ લોકો દુઃખી છે. વિવાનના નિધન સાથે છેલ્લા ઘણાં સમયથી ચાલી રહેલા “મિશન વિવાન” નો પણ દુઃખદ અંત આવ્યો છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *