Gujarat

વૃધ્ધ મહિલા ને ત્રાસ મળતો અપાતો હોય, તેવી માહિતી મળતા ખજુરભાઈ મદદે પહોચી ગયા અને કીધું કે

હાલ ખજુરભાઈ એટલે કે નીતિનભાઈ જાની ગુજરાત અને ખાસ કરી ને સૌરાષ્ટ્ર ના વિવિધ ગામડાઓ લોક સેવા ઓ કરી રહ્યા છે અને વાવાઝોડા મા નુકસાન થયલા મકાન ગરીબ લોકો ને રીપેર અને નવા બનાવી ને આપી રહ્યા છે.

નીતીનભાઈ જાનીની લોક ચાહના સતત વધી રહી છે અને નીતીનભાઈ લોકો ની દીલ થી સેવા કરી રહ્યા છે ત્યારે નીતીનભાઈને એક વિડીઓ ના માધ્યમ થી એક વૃદ્ધ માતા ને હેરાન કરી રહ્યા છે તે જાણકારી મળતા જ તેવો અમરેલી જીલ્લા ના ચલાળા તાલુકા ના પાણીયાદેવ ગામે વૃધ્ધા ની મદદ કરવા પહોંચી ગયા હતા. અને પરીવાર ની મુલાકાત લઈ ને માહિતી જાણી હતી. અને લોકો વિડીઓ ના માધ્યમ થી અપીલ કરી હતી કે “ગુજરાત મા કોઈ વૃધ્ધ દંપતી ને હેરાન કરે છે તો મને મેસજ કોલ કરજો અમે જરુર એની સહાય કરીશુ”

નીતીનભાઈ જાની એ અત્યાર સુધી મા લોકો ને મકાન બનાવી દેવામાં પોતાના 1 કરોડ થી વધુ રુપીયા ખર્ચી નાખ્યા છે અને હજી આ સેવા ચાલુ છે. લોકો તેમના ફેન બની ગયા છે અને સોનુસુદે છે દેશ માટે કામ કર્યુ તે નીતીનભાઈ એ ગુજરાત માટે કર્યુ હોવાથી લોકો ફેસબુક પર તેવો ને ગુજરાત નો સોનુસુદ કેવા લાગ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!