એરલાઈન્સ કંપનીમાં ડ્રાઈવિંગ કામ કરતા દાદા નુ સપનું દિકરા એ પાઇલોટ બની પુરુ કર્યુ
દરેક માતા પિતા અને વડીલો ની ઈચ્છા હોય છે કે તેના પરીવાર નો દીકરો ભણી ગણી ને કોઈ ઉચા હોદ્દા પર પસંદગી પામે અને પરીવાર નુ નામ રોશન કરે. આવી છ રીતે વાલ્મીકિ સમાજના પાર્થ ગણેશે પાઈલટ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે.અને તેના પરીવાર અને સમાજ નુ નામ રોશન કર્યુ છે.
અમદાવાદ શહેરના કેમ્પ સદર બજારમાં રહેતા વાલ્મીકિ સમાજના પાર્થ એ પાઈલટ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. પાર્થ ના પિતા સ્વીપર હતા અને અને પાર્થ ના દાદા સ્વ. રામચન્દ્રભાઈ એરલાઈન્સ કંપનીમાં ડ્રાઈવર હતા. તેમના દાદા ની હંમેશા માટે એઈ ઈચ્છા રહી હતી કે પરીવાર નો કોઈ એક સભ્ય પાઈલોટ બને તેવો હંમેશા કહેતા કે પાર્થ ને ભણાવીને, યોગ્ય વાતાવરણ આપીને પાઈલટ બનવા માટે પ્રોત્સાહિત કરજો.’
પાર્થ એ પાઇલોટ બનવા માટે અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો. ઘર ના સભ્યો એ આર્થિક તકલીફો વેઠી ને પાર્થ ને ધોરણ 1થી 12 સેવન્થ ડે એડવન્ટિસ ભણાવ્યો હતો. જયાં તેનુ પાઈલોડ બનવાનું તમામ ડેવલોપમેન્ટ થયુ હતુ. પછીથી તેણે પાઈલોટ બનવા માટેનું શિક્ષણ પણ મેળવ્યું અને કોમર્શિયલ પાઈલટ બની ગયો.
પાર્થ ના દાદા ની પ્રબળ ઈચ્છા શક્તિ અને પાર્થ અને તેના પરીવાર ની મહેનત થી પાર્થ કોમર્સીયલ પાઈલોટ બન્યો એ અનેક યુવાનો માટે પેરણાદાયી છે. જે અનેક મુશ્કેલી ઓ વેઠી ને આ સ્થાન પર પહોંચ્યો હતો.