શું વાત છે!! 58 વર્ષ પેહલા લાઈટબીલ આવતું એટલું કે હાલમાં ટેણીયાઓની પોકેટમની પણ એના કરતા વધુ હશે.. જુઓ બિલ
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના જુના બીલો વાયલ થતા હોય છે, ત્યારે વધુ એક બિલ સામે આવ્યું છે. આ બિલ વીજળીનું છે. તમને જણાવી દઈએ કે, 1965નું આ બિલ હાલમાં લોકો માટે કુતુહલનો વિષય બન્યો છે. આજે લોકો ઘરનું કે દુકાન, ઓફિસ અને ફેક્ટરીનું બિલ હજારથી લઈને લાખો રૂપિયામાં ભરતા હોય છે, પરંતુ વરસો પહેલા બિલ એટલું આવતું કે તમે પણ વિચારમાં પડી જશો. ચાલો અમે આપને આ વાયરલ બિલ વિષે જણાવીએ.
જૂની વસ્તુઓ માણસને એક જ પળમાં પાછલા સમયમાં લઈ જાય છે. સોશિયલ મીડિયા પર જૂની રીસીટ વાયરલ થઇ છે. આ રિસીપ મદ્રાસ સ્ટેટ ઇલેક્ટ્રીસિટી બોર્ડની છે, તમને જાણીને નવાઈ લાગશે કે ૧૮મી માર્ચ, ૧૯૬૫ના રોજની આ બિલમાં જોઈ શકશો કે એ સમયમાં જે તે વ્યક્તિ માત્ર 10 રૂપિયા જ બિલ ભરવું પડ્યું હતું. આજે તો એ દસ રૂપિયામાં કઈ આવતું નથી પરંતુ એક વાત તો પાકી છે કે એ સમયમાં પણ 10 રૂપિયા વધારે લાગતા હશે.
આ જૂની રીસીપ આપણને યાદ અપાવે છે કે વિકાસ સાથે સંતુલન જરૂરી છે. આપણે વીજળીનો સદઉપયોગ કરવો જોઈએ, બચત કરવી જોઈએ. નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પર્યાવરણને બચાવવું જોઈએ. જેથી આગળની પેઢીને પણ આવી જ જૂની રીસીટ વાંચીને તેમના સમય અને આપણા સમય વચ્ચેનો તફાવત અનુભવે, સારો અનુભવે આ જૂની રીસીપ માત્ર એક કાગળનો ટુકડો નથી, એ ઇતિહાસનો એક દસ્તાવેજ છે, સમયનો સાક્ષી છે. આ આવી નાની-નાની વસ્તુઓમાંથી જ જુના સમયની યાદ તાજા થાય છે.
Old treasure. A receipt for Electricity bill in the year 1965. pic.twitter.com/wMZFUOp1Dx
— Rajesh Lakhani (@RajeshLakhani69) March 27, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.