Gujarat

ગુજરાત મા ચોમાસાનું આગમન ક્યારે??? હવામાન વિભાગ કે ગુજરાતના આ ક્ષેત્રો મા વરસાદ ની આગાહી કરી…

ગુજરાતમાં વાવાઝોડાનું (Gujarat cyclone )સંકટ ટળી ગયા બાદ હવે સૌ કોઈ ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ હવામાન વિભાગ (India Meteorological Department)વરસાદ ની આગાહી કરી છે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે આખરે ક્યાં વિસ્તારમાં વરસાદ ક્યારે થશે? ગુજરાતમાં ચોમાસું (Gujarat monsoon)શરૂ થયું નથી. જૂન મહિનાના અંત સુધીમાં ચોમાસું (monsoon) આવી જશે તેવી શક્યતા છે.

હાલમાં તો હવામાન વિભાગ (India Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ચાર દિવસ રાજ્યમાં હળવો વરસાદ રહી શકે છે તેમજ તાપમાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના છે. જેથી દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તા 22થી 24 જૂન સુધી હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.આ વરસાદ સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ શહેરમાં થશે. હવામાન વિભાગે

(India MeteorologicalDepartment) અનુમાન લગાવ્યું છે કે, ગુજરાતમાં જૂનના છેલ્લા સપ્તાહમાં ચોમાસુ પહોંચે તેવું અનુમાન છે. પરંતું 26 થી 27 દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. 4 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્યભાગોમાં વરસાદની શક્યતા રહેશે. અંબાલાલ પટેલ (ambalalpatel)ની આગાહી પ્રામણે બંગાળના ઉપસાગરમાં ઊભું થતું વરસાદી વહનના કારણે તા. ૨૩,૨૪,૨૫ જૂનમાં ચોમાસુ સક્રિય થશે. જેથી દક્ષિણ, પૂર્વીય તટ ઉપરથી દેશના મધ્ય ભાગ સુધી આવવાની શક્યતાઓ રહેશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!