Entertainment

ઉભેલા ટ્રક ની પાછળ ઇકો કાર ભટકતા! ઘટના સ્થળે જ ચાર મહિલાનું કમકમાટી ભર્યું મોત..ઇકો કારનો ભુક્કો થઈ…

આપણે જાણીએ છે કે, અવારનવાર અકસ્તમાતની ઘટના બનતી હોય છે. ત્યારે તમને જાણીને આઘાત થશે કે હાલમાં જ આજે એક દુઃખ ઘટના બની છે જેમાં ઘટના સ્થળે જ ચાર મહિલાઓનું નિધન થયેલું. આ દુઃખ ઘટના થી તેમના પરિવારમાં દુઃખની લાગણીઓ છવાઈ ગઈ છે. આ અકસ્તમાત ખૂબ જ ગંભીર હતો કે ઇકો કાર નાં આગળનાં ભાગનો ભુક્કો બોલાઈ ગતો હતો અને તાત્કાલિક 108 ઘટના સ્થળે પોહચી હતી.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, આજે સવારનાં જ ધંધુકા-બગોદરા રોડ પર એક ગોઝારો અકસ્માત બન્યો છે. આ અકસ્માતમાં ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. રોડ પર ઊભી રહેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં આ ગમખ્વાર અકસ્માત)સર્જાયો હતો. અકસ્માતના જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈને જ કંપારી છૂટ જાય તેવા છે. વહેલી સવારે ચાર વાગ્યે આ અકસ્માત બન્યો હતો.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ધંધુકા-બગોદરા રોડ પર આવેલા હરિપુરા પાટિયા પાસએક ઇકો કાર રોડ પર ઊભેલી ટ્રેક પાછળ ધડાકાભેર અથડાઈ હતી.ટ્રક પાછળ ઇકો કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય ચાર જેટલી વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ઇકો કારની ઝડપ ખૂબ વધારે હતી અને તે રોડ પર ઊભી રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી જેમાં ચાર મહિકાલોએ જીવ ગુમાવ્યો છે. મૃતકો ની આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

આ ઘટના ને લીધે પરિવાર જનોમાં શોકમય વાતવરણ સર્જાઈ ગયું છે તેમજ આ સ્થળ પર અવારનવાર આવી ઘટના બનતી રહે છે.હાલમાં જ ઉલ્લેખનીય છે કે ધંધુકા-બગોદરા રોડ પર જ ગત અઠવાડિયે એક બસ પલટી ગઈ હતી. જેમાં 35થી વધારે મુસાફરોને ઈજા પહોંચી હતી. ખાનગી કંપનીની બસ સૌરાષ્ટ્ર તરફ જઈ રહી હતી ત્યારે ધંધુકા તાલુકાના ખડોળ ગામના પાટિયા પાસે પલટી મારી ગઈ હતી. ત્યારે આજ રોજ આ ઘટના બનતા અરેરાટી વ્યાપી છે. આ ઘટના અંગે હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!