પાડોશી યુવકે આટલી હદે પરેશાન કરી છે આખરે યુવતી એ આત્મહત્યા કરી લીધી અને ફેસબુક પોસ્ટ પર લખ્યુ કે…
આત્મહત્યા ના બનાવો હાલ છાસવારે બની રહ્યા છે અને ઘણી ઘટનાઓ ઘણી કરુણ હોય છે. ત્યારે ફરી એક ઘટના એવી સામે આવી છે જેમાં એક યુવતી ન્યાય માગતા માગતા થાકી ને અંતે આત્મ હત્યા કરી લીધી હતી. યુવતી એ આત્મ હત્યા કરતા પહેલા એક ફેસબુક પોસ્ટ પણ કરી હતી જે હાલ ફેસબુક પર વાયરલ થઈ રહી છે.
આ ઘટના ઉત્તર પ્રદેશ ના હરદોઈ જીલ્લા ના આઝાદ નગર ની છે જયાં મહિલા એ પોતાના ના પાડોશી થી તંગ આવીને આખરે સાડી વડે ગળા ફાંસો ખાઈ ને જીવન ટુકાવ્યું હતુ. આ ઘટના બનતા પહેલા મહિલા પોલીસ સ્ટેશન ને પહોચી હતી પરંતું તેને કોઈ મદદ મળી નહોતી ત્યાર બાદ મહીલા એ મુખ્ય મંત્રીને ફેસબુક પોસ્ટ લખી હતી.
ત્યાર બાદ જિલ્લા વહીવટીતંત્રમાં હલચલ મચી ગઈ હતી. અને આઈજી ઝોન લખનૌ લક્ષ્મી સિંહે આ કેસ ને ધ્યાન મા લીધો હતો આત્મહત્યાના કેસમાં દોષિત સાબિત થયા બાદ આઈજીએ સ્ટેશન ઈન્ચાર્જ અમરજીત સિંહને સસ્પેન્ડ કર્યા છે. મૃતક મહીલા ના પતિ એ જણાવ્યું હતુ કે અમે જયા રહેતા હતા ત્યા લવી નામ નો યુવક અમને હેરાન પરેશાન કરતો હતો હતો.
જેથી અમે અન્ય જગ્યા આ ભાડે રહેવા માટે ચાલ્યા ગયા હતા. જયા પણ તે મારી પત્ની ને હેરાન કરતો હતો. આ મહીલા એ આત્મહત્યા કરતા પહેલા એક ઈમોશન પોસ્ટ ફેસબુક પર લખી હતી. અને મદદ માટે લોકો ને અપીલ કરી હતી. આ પોસ્ટ મા તેણીએ લખ્યુ હતુ કે…
લાવી સાથે, તેના પિતા અને માતા મીરા દેવીએ મને લાકડીઓ વડે ઘણો માર્યો, મારા વાળ ખેંચ્યા હતા અને મને ખૂબ માર માર્યો, મારા ગળાના લોકેટ કાન તોડી નાખ્યા મારા બે મોબાઇલ એન્ડ્રોઇડ અને 90 હજાર રોકડા તેમની સાથે લીધા, મારા કપડા ફાડી નાખ્યા અને બાળકોને રૂમમાં બંધ કરી દીધા. તેઓએ મને અને મારા નાના દીકરાને ખૂબ માર્યા છે., મને ખૂબ મારી અને કહ્યું કે જો મારી વિરુદ્ધ કંઈ પણ કરવામાં આવે તો તેઓ આખા પરિવારને ગોળીઓથી મારી નાખશે.
મારા પતિ બહારથી આવ્યા ત્યારે મેં બધું કહ્યું. તે પછી અમે પોલીસ સ્ટેશન ગયા. આવું બધું મારી સાથે અગાઉ પણ થયું છે. મેં તેની એફઆઈઆર પણ લખાવી હતી, પણ કંઈ ઉકેલ આવ્યો ન હતો. જો મને કે મારા પરિવારને કંઈપણ થાય તો તેની જવાબદારી માત્ર સરકારની રહેશે. મહેરબાની કરીને મને મદદ કરો સાહેબ, મને ન્યાય મળવો જોઈએ. મેં જે પણ નુકસાન કર્યું છે તેની ભરપાઈ કરવી જોઈએ. મારા વ્હાલા ભાઈઓ અને બહેનો, જેને પણ મારી પોસ્ટ મળે તેને કૃપા કરીને શક્ય તેટલું શેર કરો. ગુનેગારોને સજા થવી જોઈએ.