યુટયુબરે પોતાની પહેલી કમાણી વિધવા મહિલાઓને આપી ને માનવાતા મહેકાવી
દરેક વ્યક્તિનાં જીવનમાં સુખ અને દુઃખ તો આવ્યા જ કરે છે, પરતું જીવનને કંઈ રીતે જીવવું જોઈએ તે આપણા પર નિર્ભર કરે છે.આજે આપણે એક એવી વાત જાણીશું કે,તમે સૌ કોઈ ચોંકી જશો. વાત જાણે એમ છે કે, હાલમાં જ યૂટ્યૂબ ચેનલ ચલાવતા યુવાનો દ્વારા એક ખૂબ જ સરહાનીય કાર્ય કરવામાં આવ્યું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ્યાં જુઓ ત્યાં યુવાનો યુટ્યુબ દ્વારા અઢળક કમાણી કરી રહ્યા છે ત્યારે એક યુવાનોની ટીમ દ્વારા પોતાની પહેલી કમાણી ની:સહાય વિધાવા માતાઓને આપવામાં આવી.
આમ કેહવાય છે ને કે માનવતા થી મોટો ધર્મ કોઈ નથી. જે વ્યક્તિ સદાય બીજાના દુઃખોને પોતાના દુઃખો સમજીને મદદ કરે છે એ વ્યક્તિની સેવા સીધી પ્રભુને અર્પણ થાય છે. આમ પણ કેહવાય છે ને કે માનવ સેવા એજ પ્રભુ સેવા છે. આ યુવાનો દ્વારા પોતાની યુટ્યુન ચેનલ દ્વારા કોમેડી વીડિયો મુકવામાં આવે છે અને તેમની સાથે અનેક લોકો જોડાયેલ છે.
તમામ યુવાનોને પોતાની પહેલી કમાણી નો ઉપયોગ મોજ શોખને ખાતર વાપરવાને બદલે તેમણે વિધવા વૃદ્ધ મહિલાઓ માટે વાપરવાનું નક્કી કર્યું જેમને ફૂલ નહિ તો ફૂલની પાંખડી જેટલું યોગદાન આપી શકે. આ યુવાનો વૃડબ મહિલાઓની રુબરુ મુલાકાત લઈ તેમના જીવનની સુખ દુઃખ ની વાતો કરી. પહેલા બહેન ને જે રકમ આપવામાં આવી એ બહેન સાવ એકલવાયું જીવન જીવન છે અને આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેમની આગળ પાછળ કોઈ નથી. જ્યારે આ યુવાન તેમને મદદ કરી એમની આંખમાંથી આંસુઓ આવી ગયા અને યુવાનો કહ્યું કે અમે તમારા જ દીકરા છીએ ગમે ત્યારે મદદ માટે તૈયાર રહીશું. આવિડ્યો દ્વારા તમેં તમામ વાત જાણી શકો છો.