18 વર્ષની ઉંમરે યુવતી 144 વર્ષની વૃદ્ધ મહિલા જેવું શરીર ધરાવતી યુવતીનું થયું નિધન..

ઈશ્વરે મનુષ્ય ને આ ઘરા પર જન્મ આપે છે, ત્યારે કોઈક મનુષ્યને કંઈક ને કંઈક અલગ રીતે પણ મોકલે છે. કહેવાય છે કે જીવન મળવવું અમૂલ્ય છે જો તમે જીવનની મોજ નથી માણી શકતા તો તમારું જીવન વ્યર્થ ગયું. આજે એક એવી યુવતીની વાત કરીશું જેની ઉંમર માત્ર 18 વર્ષની હતી પરતું તેનું શરીર 144 વર્ષની વૃદ્ધ જેવું હતું. તમે અમીતાબ નું પા ફિલ્મ જોયું જ હશે.

આ એવી બીમારીમાં છે, જેમાં બાળકનો શારીરિક વિકાસ તેની ઉંમરની તુલનાએ ઝડપથી થાય છે. આ કારણે નાની વય હોવા છતાં દેખાવે તે મોટી ઉંમરની વ્યક્તિ લાગે છે અને તેનું વર્તન બાળકો જેવું હોય છે. બોલિવૂડની ફિલ્મ ‘પા’માં અમિતાભ બચ્ચનને આવી બીમારીથી પીડિત બતાવાયો છે.
હાલમાં જ આ યુવતી નું જીવન ઓલવાઈ ગયું છે, આ ગંભીર બીમારી હોવા છતાં પણ આ યુવતી પોતાનું જીવન ખૂબ જ સારી રીતે અને ભગવાન ફરિયાદ કર્યા વિના વિતાવ્યું.18 વર્ષની સ્મિથને હચિન્સન-ગિલફોર્ડ પ્રોજેરિયા સિન્ડ્રોમ હતો. તેણે હંમણાં જ પોતાનો 18મો જન્મદિવસ મનાવ્યો.

17 જુલાઈએ આ કિશોરીનું મૃત્યુ થયું હતું. તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી, પરંતુ તેને જોઈને કોઈ એવું ન કહી શકે કે તે 18 વર્ષની કિશોરી છે. સ્મિથનું જ્યારે મૃત્યુ થયું તો તેના 33 વર્ષના પિતા શેન વિકેન્સ, તેની માતા લુઈસ અને 25 વર્ષની બહેન કાર્ટરાઈટ તેની સાથે હતાં. માતા-પિતા સ્મિથને પ્રેમથી ફિબી કહેતા હતા. સ્મિથે પોતાની માતાને છેલ્લા શબ્દોમાં કહ્યું હતું કે- હવે તમારે મને જવા દેવી પડશે.

સ્મિથની માતાએ કહ્યું કે પ્રોજેરિયાથી તેની મોબિલિટી પર અસર થઈ હતી, પરંતુ તેના જીવન જીવવાના ઉત્સાહમાં કોઈ કમી નથી આવી. ગંભીર સિન્ડ્રોમ હોવા છતાં તે પોતાની પરિસ્થિતિને લઈને ક્યારેય દુઃખી નહોતી થતી. તે પોતાના મનની વાત હંમેશાં શેર કરતી હતી. તેની ઈચ્છાશક્તિ મજબૂત હતી. તેને પોતાની હિંમતથી લોકોના હૃદયમાં એક અલગ જ જગ્યા બનાવી હતી.ખરેખર આ એક અદ્દભૂત ઘટના કહેવાય.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *