Entertainment

સામાન્ય પરિવારની ત્રણેય દીકરીઓ બની ડોકટર! વિદેશ જવાને બદલે દેશની સેવા કરવાનું નકકી કર્યું.

લોકો ભગવાન પાસે દીકરાની માનતા માને છે, પરતું આજના યુગમાં દીકરાઓ કરતા દીકરીઓ વધુ આગળ વધી રહી  છે અને સમાજમાં પોતાની ઓળખ આપમેળે બનાવીને ગૌરવ વધારી રહી છેત્યારે હાલમાં જ સુરતનાં સુન્ની વ્હોરા સમાજમાં એક જ પરિવારની ત્રણ બહેનોએ પોતાના માતા-પિતાના સપનાને સાકાર કરી સમાજની અન્ય દીકરીઓ માટે નવો માર્ગ ચીંધ્યો છે.

કહેવાય છે ને કે દીકરીતો બે કુળને તારે.પોતાના માબાપની સદાય સેવા કરવા અને સપનાં પૂર્ણ કરવા દીકરી મોખરે હોય છે. હાલમાં જ  અંકલેશ્વરના ખરોડ ગામે રહેતા અયાઝ અહમદ ખરોડીયા કોંઢ ગામે લઘુમતિ સમાજના શિક્ષક દંપતિના પરિવારને ત્રણ દીકરીઓ છે જે ત્રણેય ડોક્ટર બની છે. આ શિક્ષક દંપતિએ દીકરીઓને ડોક્ટર બનવાનું તેમના જન્મ સમયે જ નક્કી કર્યું હતું.આજે ત્રણેય દીકરીઓમાં મોટી દીકરી ડો.ઝયનબ ગાયનેક, બીજી દીકરી ડો. સઈદા અયાઝ ડેન્ટલ સર્જન છે. જ્યારે ત્રીજી દીકરી ડો.શમીમાહ એમબીબીએસ બાદ હાલમાં તેઓ ત્રણ રાજ્યોની ખ્યાતનામ હોસ્પિટલમાં ફરજ બજાવી રહી છે.

દીકરીઓએ ડોક્ટરની ડીગ્રી મેળવ્યા બાદ વિદેશ જવાની ના પાડી દેશમાં જ આરોગ્ય સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એક દીકરી અંકલેશ્વર અને એક દીકરી ઝારખંડ જ્યારે ત્રીબીજએ રાજસ્થાનમાં તબીબી ક્ષેત્રે સેવા આપી રહી છે. ત્રણ દીકરીઓનો એક જ સૂર છે કે ચુસ્ત સમાજમાંથી આવતી હોવા છતાં પિતાએ સંપૂર્ણ આઝાદી આપી જેથી આજે સપના સાકાર કર્યા છે.

યુવતીઓનાં પિતાએ કહ્યું કે મારે દીકરા નથી તેનો કોઈ દુઃખ  નથી. મારી ત્રણ દીકરી જ મારા માટે સર્વસ્વ છે. મારી અને પત્નીની ઈચ્છા હતી કે દીકરીઓ ડોકટર બને. તેમના જન્મથી જ ઈચ્છા હતી. દીકરીઓને શિક્ષણ પણ તે પ્રમાણેનું જ આપ્યું. આજે ત્રણ દીકરીઓ ડોક્ટર બનતા હું ગર્વ અનુભવ્યો છે. ખરેખર આજે સમાજમાં દીકરીઓ પણ દીકરામને સામાનતા મેળવી રહી છે, ત્યારે સમાજમાં  દીકરીને વધુ માન આપવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!