દાદા પાસે 10 રૂ.લઈને બિસ્ટિક લેવા જતો હતો,ત્યાં જ ઇકોએ ટક્કર મારતા 7 વર્ષના બાળકનો જીવ ગયો! પરિવારનો દિપક ઓલાવઇ ગયો.
કહેવાય છે ને કે, જ્યારે જવાનું લખ્યું હોય ત્યારે ઈશ્વર સૌને પોતાની પાસે બોલાવી જ લે છે, ત્યારે હાલમાં જ એક એવો બનાવ બન્યો કે તમારી આંખમાંથી આંસુઓ આવી જશે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, દહેગામનાં હિલોલ ગામમાં દાદા પાસેથી દસ રૂપિયા લઈને ગામમાં આવેલી દુકાનમાં ચાર વર્ષીય બાળકી સાથે બિસ્કીટ લેવા માટે ગયેલા પૌત્રનું ઈકો કારની ટક્કર પછી બન્ને ટાયર ફરી વળતા કરૂણ મોત નીપજ્યું હતું.
ગઈકાલે બપોરના સમયે દાદા બકાજી પુત્ર કિશનના ઘરે આરામ કરી રહ્યા હતા. ત્યારે મૌલિક તેના દાદા પાસે ગયો હતો. અને બિસ્કીટ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી દાદાએ રૂ. 10 ની નોટ તેને આપતા તે અને ચંદ્રિકા ગામમાં આવેલી દુકાન માં બિસ્કીટ લેવા માટે ગયા હતા.ગાડી પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી મૌલિક અને ચંદ્રિકાને ટક્કર મારી હતી.
આ અકસ્માત સર્જાયા પછી પણ ઈકો કારના ચાલકે કાર હંકારી રાખી મૌલિક ને ટાયર નીચે કચડી નાખી નાસી ગયો હતો. આ અકસ્માત થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં દાદા બકાજી પણ સ્થળ પર દોડી ગયા હતા. ત્યારે માલુમ પડયું હતું કે મૌલિકને સારવાર અર્થે લઈ જતી વખતે રસ્તામાં જ કરૂણ મોત નીપજ્યું છે. ભગવાન આ નાના જીવને પોતાની પાસે લઈ લીધો ત્યારે ભગવાન તેની આત્મને શાંતિ આપે તેમજ ઈશ્વર તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.
