Gujarat

ભાજપ ના નેતા ને ગાડી ની ડીક્કી મા પૂરી જીવતા સળગાવી દેવામાં આવ્યા ત્યાર બાદ..

તેલંગાણા મા એક મોટી ઘટના સામે આવી છે જેમાં ભાજપ ના એક નેતા ને ગાડી ની ડીક્કી મા નાખી ને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે  નેતાની ઓળખ વી શ્રી નિવાસ પ્રસાદ તરીકે થઈ છે.

મળતી માહિતી અનુસાર તેલંગાણા મા મેડક જીલ્લા મા આ ઘટના બની હતી જમા પોલીસના જણાવ્યા અનુસાર કેટલાક અજ્ઞાત લોકોએ શ્રીનિવાસને કારની ડિક્કીમાં બંધ કરી દીધા અને બાદમા કારને આગ ચંપી દીધી. આ ઘટના બાદ સમગ્ર ક્ષેત્ર મા ભય નો માહોલ જોવા મળી રહ્યો છે

આ ઘટના ની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી શ્રીનિવાસનો મૃતદેહ કારની ડિક્કીમાં પડ્યો હતો. આરોપીઓએ કારની સાથે જ શ્રીનિવાસને પણ સળગાવી દીધા હતા. પોલીસે જણાવ્યુ કે કેસ નોંધ્યાની સાથે જ અજ્ઞાત લોકોની તપાસ શરૂ કરી દેવાઈ છે. વી શ્રીનિવાસ પ્રસાદ ભાજપના પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ હતા સાથે જ એક વેપારી પણ હતા.

અત્યારે તેમના મૃતદેહને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. હત્યાનો કેસ નોંધીને પોલીસ આગળની તપાસમાં લાગેલી છે પરંતુ આ જઘન્ય અપરાધ બાદ કાનૂન વ્યવસ્થા પર પણ પ્રશ્ન ઉભા થવા લાગ્યા છે. નેતા અને વેપારીની સાથે આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવે છે તો સામાન્ય માણસની સુરક્ષાને લઈને ચિંતા ઉભી થઈ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!