સાંસદના યુવાન ભાણેજના મૃત્યુ નો ભેદ ઉકેલાયો ! પોલીસ તપાસ મા સામે આવ્યું કે
કચ્છના નખત્રાણામાં ફાયરીગની એક ઘટના બની હતી જેમાં એક યુવક નુ મોત નીપજ્યું હતુ. મૃતક યુવક નુ નામ અક્ષય લોંચા સામે આવ્યુ હતુ અને જે કચ્છમાંથી ભાજપના સાંસદ વિનોદ ચાવડાના ભાણેજ હોવાનું પણ સામે સામે આવ્યું છે. આ ઘટના ને લઈ ને સમગ્ર પંથક મા ચકચાર મચી જવા પામી હતી.
જો આ ઘટના ની વિગતે વાત કરીએ તો અક્ષય લોન્ચા નો મૃતદેહ રવિવારે નખત્રામાના કોટડા જોડદર ગામ નજીક વાડી વિસ્તારમાં ભાટનગર ખાતેથી મૃતદેહ મળ્યો હતો જે હોન્ડા કાર માથી મળી આવ્યો હતો. સાથે પોલીસને એક રિવોલ્વર પણ મળી છે. બાદ મા મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાયુ હતુ. 23 વર્ષના અક્ષય લોન્ચા થોડા દિવસ અગાઉ જ USમાંથી ડૉક્ટરીનો અભ્યાસ પૂર્ણ કરીને પરત ફર્યો હતો.
આ બનાવને પગલે નખત્રાણા પોલીસ સહિત ઉચ અધિકારીઓ સ્થળ પર જઇને પંચનામા સહિતની કા્યવાહી કરી હતી. દરમિયાન આ ઘટના અંગે નખત્રાણાના ડીવાએસપી યાદવે જણાવ્યું હતું કે, હતભાગી યુવાનનું પીએમ રિપોર્ટમાં જાતેથી આત્મ હત્યા કરી લીધી હોવાનું બહાર આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં હાલ બહાર આવ્યું છે. કે અક્ષય લોન્ચા તેને અભ્યાસનું ટેનશન હોવાને કારણે આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું તપાસ મા સામે આવ્યુ છે. અને તેમની પાસેથી મળી આવેલી રિવોલ્વર પોલીસે કબજે લીધી છે. જે તેમના પારિવારીક ભાઇની હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે તપાસ ચાલી રહેલી છે.