અજીબ કીસ્સો, મૃત્યુ પામેલ વ્યક્તિ સ્મશાન મા બેઠો થયો અને પછી
હાલ કોરોના કાળ મા અનેક લોકો એ જીવ ગુમાવ્યા છે અને પોતોના સ્વજનો ને સ્મશાને પણ અમુક મર્યાદિત સંખ્યા મા જ લઈ જવા માટે
પરમીશન છે ત્યારે એક અજીબ ઘટના સામે આવી છે જે જાણી તમે હેરાન રહી જશો.
આ ઘટના મધ્ય પ્રદેશ ના અશોક નગરી ની છે જયા એક યુવક કે જેનુ નામ અનિલ જૈન છે યુવકની તબિયત ખરાબ થવાના કારણે તેને જિલ્લા હૉસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યો હતો. લગભગ 15 દિવસથી તે જિલ્લા હૉસ્પિટલમાં એડમિટ હતો. મૃતકના ભાઇનું કહેવું છે કે તેને કોરોનાની ફરિયાદ હતી અને ગુરુવારે સવારે ડૉક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો, પરંતુ અમે સ્મશાન ગૃહમાં લઈને ગયા તો શરીરમાં હલચલ થઈ અને ઓમ ઓમનો અવાજ પણ આવ્યો અને તે ઊઠીને બેસી ગયો.
આ દરમ્યાન મા થોડી વાર માટે સ્મશાન મા અફરા તફરી મચી જવા પામી હતી અને ત્યાર બાદ ફરી ડોકટર ને બોલાવી ને ચેક કરાતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જીલ્લા ની હોસ્પીટલ મા યુવક જીવતો હતો અને મૃત જાહેર કરાયો તેવો આરોપ યુવક ના પરીવાર જનો એ લગાવ્યો હતો પરંતુ ડોક્ટરે તને મૃત જાહેર કર્યો હતો.