અમદાવાદ મા ચાર દિવસ મા જ બે મોટા ગુના ને અંજામ આપ્યો

અમદાવાદ મા દિવસે ને દિવસે ગુનાઓ વધતા જાય છે અને ગુંડા ઓ જાણે પોલીસ ને ચેલેન્જ આપી રહ્યા હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. બે દિવસ પહેલા અમરાઈ વાડી મા હત્યા કરી ને ફરાર થયેલા રાજા ઉર્ફે ભાવેશ (Bhavesh Solanki) ફરી એક વખત 16.30 લાખ ની લુંટ ફિલ્મી ઢબે કરી છે.

જાણવા મળતી વિગતો અનુસાર અમરાઇવાડી વિસ્તારમાં એક યુવકને છરીના 20 ઘા મારીને હત્યા કરનાર કુખ્યાત રાજા ઉર્ફે ભાવેશ સોલંકી નામના આરોપીએ ફરી એક ગુના ને અંજામ આપ્યો છે જેમા સોમવારે કાગડાપીઠ વિસ્તારના વણિજ્ય ભવનથી કાંકરિયા ઝૂ સર્કલ વચ્ચે આ ઘટના બનવા પામી છે. બાપુનગરમાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી 12 લાખ લૂંટવાના 24 કલાકમાં જ થયા છે ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયા 16.29 લાખની લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે.

પોલીસ પૂછપરછ મા ફરીયાદી નિલેશ વૈષ્ણ અને યોગેશ પરમારની પૂછપરછમાં સામે આવ્યું છે કે, બંને અમરાઈવાડી ખાતે આવેલા શ્યામ એજન્સીના કર્મચારીઓ હતા. આ એજન્સી પાસે ITCની ડીલરશીપ છે, જેની રોજબરોજની રોકડ રકમ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં વાણિજ્ય ભવન પાસે આવેલ બેન્કમાં જમા કરવા જતા હોય છે. આ દરમિયાન આ બનાવ બનવા પામ્યો હતો.

આ બનાવની જાણ થતા કાગડાપીઠ, અમરાઈવાડી પોલીસ કાફલો તેમજ ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીઓએ નાકાબંધી કરીને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *